ગેરકાયદે તળાવો સામે કલેક્ટરને ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના કરાડી ગામે સરકારી ખાર-ખાંજણ જમીનમાં ગેરકાયદે તળાવો દૂર કરી સખત પગલાં ભરવાની માગ ગામના માજી સરપંચ અને માજી તા.પં. સભ્યએ કરતા ચકચાર મચી છે. કરાડી ગામે રહેતા અશોકભાઈ પટેલે જિલ્લા કલેકટર સહિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી ગામમાં ખાંજણાની સરકાર જમીનમાં ગેરકાયદે જિંગાના તળાવો બનાવી દેવા સામે સખત વિરોધ નોધાવ્યો છે. સરકારી ખારખાંજણાની જમીન બ્લોક નં. 662 પૈકીની પટેલ ફળિયાને લાગુ મછાડ જતા રોડ તરફ ગેરકાયદે તળાવે તૈયાર કરવાની પેરવી થતી હતી. તે વખતથી તેનો વિરોધ થઈ રહ્યો છે છતાં યેનકેન પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી તેમણે બાબતે જિલ્લા કલેકટર સહિત અધિકારીઓને ગેરકાયદે તળાવો દૂર કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...