ફૂટબોલમાં બ્રાઈટ સ્ટાર્સ ચેમ્પિયન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી ખાતે બ્રાઈટ સ્ટાર્સ ફૂટબોલ એકેડેમી દ્વારા ભેંસતખાડા ગ્રાઉન્ડ ખાતે લીગ-વન ફૂટબોલ લીગ મેચ રમાઈ હતી. લીગ મેચનું આયોજન શિવમ મહારાજ દ્વારા યોજાઈ હતી. જેમાં ચીફ ગેસ્ટ તરીકે જયેશચંદ્ર ગડકરી તથા મંજૂનાથ શેટ્ટી હાજર રહ્યા હતા. મેચમાં બ્રાઈટ સ્ટાર્સ એફ.સી., સ્ટાર્સ યુનાઈટેડ એફસી, સ્પિરિટ એફસી, ચેલેન્જર એફસી વગેરેએ ભાગ લીધો હતો. ચેલેન્જર એફસી અને બ્રાઈટ સ્ટાર્સ એફસી વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો. જેમાં બ્રાઈટ સ્ટાર્સ એફસી પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...