• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • હેરવર્લ્ડ સ્પર્ધામાં નવસારીની નેહા કંસારાએ સિદ્ધિ મેળવી

હેરવર્લ્ડ સ્પર્ધામાં નવસારીની નેહા કંસારાએ સિદ્ધિ મેળવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: ઓલઇન્ડિયા હેર એન્ડ બ્યુટી એસોસિએશનના બેનર હેઠળ મલેશિયા કુઆલાલમ્પુર ખાતે યોજાયેલી ઓએમસી હેરવર્લ્ડ-2015 એશિયાકપ સ્પર્ધામાં લેડીઝ ફેશન કેટેગરીમાં ગુજરાતમાંથી નેહા કંસારા(નવસારી) અને જિજ્ઞા દેસાઇ(સુરત)એ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પહેલા 2014માં નેહા કંસારાએ ઓમએમસી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જર્મની ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓએ આંતરરાષ્ટ્રીય ચાઇનીસ ટ્રેનર મીસ રોઝ લી પાસે તાલીમ મેળવી હતી. સમગ્ર દેશમાંથી 25 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતે ફેન્ટસીમાં બ્રોન્ઝ મેડલ, ક્રિયેટીવ અને હેરબાય નાઇટમાં બ્રોન્ઝ મેડલ, લેડીઝ ફેશન કેટેગરીમાં ચોથા સ્થાને અને જેન્ટસ ટેકનિકલ કલાસીક એન્ડ ક્રિયેટીવમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. હવે ઓમસી હેર વર્લ્ડ-2016 કોરીયા માટે પણ નેહા કંસારા તથા જિજ્ઞા દેસાઇ ફરીથી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર સ્પર્ધાનું નેતૃત્વ ઓલ ઇન્ડિયા હેર એન્ડ બ્યુટી એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. સંગીતા ચૌહાણ, અશોક પાલીવાલ, વિજય ભારદ્વાજ અને ઉદયએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...