• Gujarati News
  • વીજપોલ ધરાશાયી થતાં નવા નાંખવા રજૂઆત

વીજપોલ ધરાશાયી થતાં નવા નાંખવા રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતિમંદિરથી કાલીયાવાડી પુલ સુધી મેઈન રોડ ઉપરના ખરાબ થયેલા આશરે 10 વર્ષ જૂના નંખાયેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા ખસેડી નવા નાંખવા લેખિત રજૂઆત સામાજિક કાર્યકર વિજય રાઠોડે દ.ગુ.વીજ કંપનીના ઈજનેરને કરી છે. દશેરા ટેકરી સરસ્વતિ મંદિરથી કાલીયાવાડી પુલ સુધી જે લોખંડના થાંભલા નંખાયેલા છે જે આશરે 10 વર્ષ જૂના છે. જે નીચેથી કાટ લાગી ગયેલા અને કોહવાય ગયેલા છે. આજે સવારે ડીજીવીએલના માણસોમાંથી એક જગદીશભાઈ ડી. પટેલ વીજપોલ ઉપર ચઢીને વાયર ખેંચતા હતા તે દરમિયાન વીજપોલ તૂટી જતા વીજપોલ સાથે જમીન પર પટકાયા હતા. અકસ્માત થતા તેમને પગે ફ્રેકચર થયું હતું. ઉપરાંત બીજી પણ ગંભીર ઈજા થઈ હતી. તેઓ હાલમાં પારસી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બચેલા બીજા 6થી 7 વીજપોલ ખસેડી મજબૂત વીજપોલ નાંખવા હળપતિ સમાજ સેવા મંડળના સહમંત્રી વિજય રાઠોડ તથા કાર્યકરોએ રજૂઆત કરી છે.