વોર્ડ સીમાંકનમાં નવસારીના 3 વોર્ડની બેઠકને અસર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપાલિકાના સીમાંકન અને બેઠકોની સ્થિતિ અંગેના જાહેર થયેલા પ્રાથમિક જાહેરનામામાં ચૂંટણી આયોગને સુધારો કરવો પડ્યો છે. પ્રાથમિક સુધારા આદેશ ત્રણ વોર્ડની બેઠકોને અસર થાય છે.

નવસારી પાલિકાના ચૂંટણી માટે વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની સ્થિતિ અંગેનું પ્રાથમિક જાહેરનામુ તાજેતરમાં ચૂંટણી આયોગે પ્રસિદ્ધ કર્યું હતું. પ્રાથમિક જાહેરનામુ 18 એપ્રિલે પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણી આયોગને પ્રાથમિક જાહેરનામામાં સુધારો કરવાની ફરજ પડી છે.

ચૂંટણી આયોગે પ્રાથમિક જાહેરનામા (આદેશ)માં સુધારાનો આદેશ પુન: પ્રસિદ્ધ કર્યો છે. જે સુધારો કર્યો છે તે અંતર્ગત હવે અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકો 7ની જગ્યાએ 6 બેઠકો રહેશે. કુલ અનામત બેઠકો 29ની જગ્યાએ 28 રહેશે. ઉપરાંત સામાન્ય બેઠક અગાઉ જે 15 હતી તેમાં 1 બેઠક વધી 16 બેઠકો થઈ ગઈ છે.

સુધારાનો આદેશ પાલિકાના નવા 11 વોર્ડમાંથી ત્રણ વોર્ડોને અસર થાય છે. વોર્ડ નં.4માં પછાતવર્ગ સ્રીની જગ્યાએ અનુ.આદિજાતિ સ્ત્રી અને અનુસૂચિત આદિજાતિની જગ્યાએ પછાતવર્ગની બેઠક કરાઈ છે. વોર્ડ નં.5માં સામાન્ય સ્ત્રીની જગ્યાએ પછાતવર્ગ સ્ત્રી તથા પછાતવર્ગની જગ્યાએ સામાન્ય બેઠક કરાઈ છે. ઉપરાંત વોર્ડ નં.7માં અનુસચૂચિત આદિજાતિ સ્ત્રીની જગ્યાએ સામાન્ય સ્ત્રીની બેઠક કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સુધારા આદેશ (જાહેરનામુ) છે. હજુ આખરી જાહેરનામુ બાકી છે. અગા.ના જાહેરનામા બાદ કોગ્રેસે તો વાંધા રજૂ કર્યા હતા,પરંતુ ભાજપના પણ કેટલાંક સભ્યો નારાજ હતા.

અન્ય સમાચારો પણ છે...