તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ચૌંઢાની અંધજન શાળા ગ્રાન્ટેડ થવા માટે દસ વર્ષથી રાહ જોઇ રહી છે

ચૌંઢાની અંધજન શાળા ગ્રાન્ટેડ થવા માટે દસ વર્ષથી રાહ જોઇ રહી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના ચૌંઢા ગામે આવેલી અંધજન શાળા કફોડી હાલતમાં ચાલી રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારીમાં પોતાના જન્મદિવસે એક ખાસ અને સંવેદનશીલ કાર્યો દિવ્યાંગોને એમના વિકટ જીવનને સરળ બનાવવા માટે સાધન સહાય વિતરણ કરી હતી ત્યારે ચૌંઢા ગામે ચાલતી નોન ગ્રાંટેડ અંધશાળા જે વર્ષ 2001થી અંધજન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી શરૂ કરી હતી. જેમાં 45 દિવ્યાંગો ભણે છે જેમાં 21 વિદ્યાર્થિની અને 24 વિદ્યાર્થીઓ પતરાના શેડમાં જંગલ વિસ્તારમાં રહી અભ્યાસ કરે છે. શાળામાં ધો. 1થી 7 સુધી દિવ્યાંગો ભણે છે. જેમાં 3 શિક્ષકો છે તે પણ દિવ્યાંગ છે. જ્યારે સરકાર દિવ્યાંગો માટે એમના વિકટ જીવન સરળ બનાવવા માટે વિવિધ આયોજન કરે છે. ગરીબ આદિવાસી વિસ્તારના દિવ્યાંગો માટે સરકાર તરફથી કોઈપણ જાતની સુવિધા કે સહાયતા મળતી નથી. શાળામાં ભણતા દિવ્યાંગો માટે પીવાના પાણીની પૂરતી સુવિધા નથી. જ્યારે બોરિંગનું પાણી સીધુ પીવાથી શાળામાં ભણતા દિવ્યાંગો પેટની બિમારીથી પિડાય છે.

શાળાની મુલાકાતે સમાજ સુરક્ષાના અધિકારીઓ શિક્ષણ વિભાગના સીઆરસી અને બીઆરસીના કર્મચારીઓ પણ મુલાકાત લઈને જતા રહે છે પરંતુ શાળામાં દિવ્યાંગોને પડતી તકલીફ માટે કોઈ પરિણામ લાવી શક્યા નથી. જ્યારે શાળા સુરત અને નવસારીના દાનદાતાઓ તરફથી અનાજ અને કપડા, લાઈટબીલ તથા શિક્ષકોના પગાર પૂરા પાડે છે.

સરકાર તરફથી સુવિધા મળે તો

^ચૌંઢાગામે આવેલી અંધજન શાળાને સરકાર તરફથી સુવિધા અને પ્રોત્સાહન મળે તો દિવ્યાંગો માટે તે એક આશીર્વાદરૂપ ગણાશે. > પ્રભુભાઈચવધરી, સરપંચ,ચૌંઢા

ફાઈલ મોકલવા છતાં પરિણામ આવ્યું

^વર્ષ2007માં ગાંધીનગર ખાતે શાળા ગ્રાંટેડ થાય તે માટે ફાઈલ મોકલી છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. કમિશ્નર ગાંધીનગરે શાળાની મુલાકાત લીધી છે પરંતુ હજુ સુધી દિવ્યાંગો માટે કોઈએ વિચાર્યું નથી. > કોકિલાબેન,પ્રમુખ,અંધજન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચૌંઢા

કેટલાંક દાતાઓના સહયોગથી શાળા ચલાવવામાં આવે છે

હાલમાં અંધજન શાળામાં 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

અન્ય સમાચારો પણ છે...