તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી બૃહદ અનાવિલ સમાજની સભા મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બૃહદઅનાવિલ સમાજ નવસારીની વાર્ષિક સામાન્ય સભા 26મીને સોમવારે સાંજે 5 કલાકે ઠાકોરવાડી-નવસારી મુકામે મળી હતી. ખૂબજ ટૂંકા ગાળામાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ થકી દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ અનાવિલ સંગઠન તરીકે ઉભરી આવેલા મંડળનો વિસ્તૃત અહેવાલ પ્રમુખ મુકેશભાઇ નાયકે, ગત વર્ષના હિસાબ મંત્રી પ્રશાંતભાઇ દેસાઇએ તથા આગામી વર્ષનું બજેટ કોષાધ્યક્ષ શરદચંદ્ર દેસાઇએ રજુ કરી કર્યું હતુ.ઉપસ્થિત વિશાળ અનાવિલ સભાસદોએ બધાજ એજન્ડાના કામો તાળીઓથી વધાવી લઇ મંજૂરી કર્યા હતા. સતત ત્રીજા વર્ષે શિવાંજલી નવરાત્રી સંસ્કારભરતી નવસારી ખાતે આયોજનની માહિતીને પણ સૌએ વધાવી લીધી હતી .

દાન દાતાઓના આભાર દર્શન સાથે નવસારીના ડો.મધુરિકાબેન જશવંતરાય નાયક તરફથી રૂ. 10 લાખના દાનની જાહેરાત થઇ હતી.બૃહદ અનાવિલ સમાજ વર્ષ દરમિયાન મોરારજી વ્યાખ્યાનમાળા સમૂહ જનોઇ, કેરીયર ગાઈડન્સ, સેમિનાર, વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા આર્થિક સહાય તેમજ વિવિધ રમત-ગમતનું આયોજન રજુ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...