તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાલીયા સ્મશાનભૂમિના કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાઈ | વાંસદા તાલુકાના ખંભાલીયા ગામે આવેલા સ્મશાનભૂમિનો ઉપયોગ ઉનાઈ, ખંભાલીયા, બારતાડ(ઉ), ચઢાવ, સિણધઇ અને તાપી જિલ્લાના પાઠકવાડી, ચુનાવાડી, ઉમરવાવ-દૂર, કાકડવા તેમજ ઉનાઈની આજુબાજુના ગામો કરે છે. જ્યાં વર્ષોથી કમ્પાઉન્ડ વોલ બનાવવાની માંગ ઉઠી હતી. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્મશાનભૂમિના કમ્પાઉન્ડ વોલ માટે 4 લાખ જેટલા રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ભવિષ્યમાં ગાર્ડન જેવી સુવિધા પણ બનાવી શકાશે ત્યારે શનિવારે ખંભાલીયાના સ્મશાનભૂમિ ખાતે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતમાં સ્મશાનભૂમિમાં યોજાયું હતું. જેમાં ખંભાલીયાના સરપંચ સુરેખાબેન, ડેપ્યુટી સરપંચ પરેશભાઈ, રાજુભાઈ, મનિષભાઈ, હિમાંશુ મોદી, વિજયભાઈ, હિમાંશુભાઈ સહિત પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખંભાલીયા સ્મશાનભૂમિના કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત
કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો