તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાનકુવા હાઈસ્કૂલ ખાતે કરૂણા અભિયાન રેલી યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગુજરાત સરકારે 10મીથી 20મી જાન્યુઆરી સુધી મકરસંક્રાંતિ તહેવાર પહેલા અને પછી પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાનની બીજી આવૃત્તિ જાહેર કરી હતી. પતંગો દ્વારા ઘાયલ પક્ષીઓ જંગલ વિભાગના સ્ટાફ અને સ્વયંસેવકોના નેટવર્ક દ્વારા બચાવવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે કરૂણા રેલી યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરીના માર્ગદર્શન મુજબ ચીખલી તાલુકાની કરૂણા રેલી બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ખાતે યોજાઈ હતી. નવસારી સામાજીક વનીકરણ અને વલસાડ ઉત્તર વન વિભાગ રેંજ ચીખલીના આરએફઓ ડી.આર. ભગત, જીતેન્દ્ર ટેલર, શાળાના આચાર્ય સંજયસિંહ પરમારે લીલીઝંડી આપી એનસીસી નેવીના કેડેટોને રેલીમાં નારા સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વન વિભાગના તમામ કર્મચારી, શાળાના શિક્ષકો, 7 ગુજરાત એનસીસી નેશનલ યુનિટના 150 એનસીસી કેડેટ જોડાયા હતા. પ્રસ્થાન પૂર્વે કરૂણા અભિયાન 2019 અંતર્ગત ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે ચૂસ્ત નિયમોનું પાલન કરવાની સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...