તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલાલપોર, વાંસદા, ખેરગામમાં તસ્કરો ત્રાટક્યા સોના-ચાંદી-રોકડ સહિત 7 લાખથી વધુની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોલીસ ગુના પકડવા કાર્યરત હોવાનું ગાણું ગાય છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે, દુકાનો, ઘર, સોસાયટી, એપાર્ટમેન્ટ બધું જ અસલામત
જલાલપોર આદર્શનગર ખાતે તરૂણાબેન તેમના પતિ સંજય બાબુ ભટ્ટ તથા પરિવાર સાથે રહે છે. તેઓ ઘરની દેખરેખ રાખવા તેમના વડીલ ઈન્દુબેનને જણાવ્યું હતું. ઘરમાં તમામ ચીજવસ્તુ વેરવિખેર હતી અને પ્રથમ માળે આવેલા રૂમમાં કબાટનાં તાળાં તૂટેલાં હતાં. પોલીસની હાજરીમાં જોતાં કુલ 53 હજાર રોકડા અને સોનાની વીંટી, સોનાઈ ચેઈન, સોનાનું બ્રેસલેટ, સોનાના પેન્ડન્ટ અને કાનની બુટ્ટી મળી કુલ રૂ. 1.22 લાખની મતાની ધોળે દિવસે ચોરી થયાનું જણાયું હતું.

વાંસદા ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટી (વાટિકા)માં રહેતા અરવિંદભાઈ સી. પટેલ શનિ-રવિ દરમિયાન તેમના ગામ ગયા હતા. તે દરમિયાન રવિવારે રાત્રે 4 તોલાનું સોનાનું મંગળસૂત્ર, પોણા તોલાનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ રૂ. 1.43 ...અનુસંધાન પાના નં. 2

જલાલપોર

વાંસદા

અલગ અલગ 5 જગ્યાએ બંધ મકાન-દુકાનને નિશાન બનાવી અંજામ અપાયો, મોબાઈલ શોપમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ
ખેરગામ મોબાઈલ શોપમાં સીસીટીવીમા કેદ થયેલા તસ્કરો. સીસી ટીવી ફૂટેજમાં તો બધા ચોર દેખાય છે પણ જેના પર વીતે છે તેનું શંુ?

આટલી વસ્તુઓ દુકાનમાંથી ચોરાઈ
દુકાનમાંથી વિવો કંપનીના અલગ અલગ મોડલના 10 સ્માર્ટ ફોન, સેમસંગ કંપનીના 3 મોબાઈલ અને લાવા કંપનીના 6 મોબાઈલ તેમજ 2 ડેમો મોબાઈલ તેમજ બ્લુટુથ, કાર ચાર્જર એસેસરીઝ અને ગલ્લામાં મુકેલા છુટા પરચુરણ 10-20 વાળી નોટ મળી કુલ 1.63 લાખની વસ્તુ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી.

તસ્કરો રાત્રે 10.30 વાગ્યે દુકાનમાં ઘૂસ્યા
રાત્રે સાડા આઠ વાગ્યે દુકાન બંધ કરી ગયા બાદ સવારે શટલ ખુલ્લું જોતા તરત જ ત્યાં પહોંચી દુકાન ખોલીને જોતા મોબાઈલ ગાયબ હતા, ત્યારબાદ અમે CCTV ફૂટેજ જોતા બે ઈસમો રાત્રે 10.30 વાગ્યાના અરસામાં દુકાનમાં પ્રવેશી 15-20 મિનિટમાં મોબાઈલ ચોરીને બહાર નીકળી ગયા હોવાનું ફુટેજમાં જણાઈ આવતું હતું.આટલા વાગ્યે તો રસ્તા પર અવરજવર રહેતી હોય છે.

વાંસદામાં તસ્કરોએ ત્રણ ઘરના તાળા તોડી ચોરી કરતા પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

ટ્રાવેલ એજન્ટ ભેરવાયા
જલાલપોરની સોસાયટીમાં અગાઉ 1.02 લાખની ચોરી પ્રવીણ મિસ્ત્રીના ઘરેથી બપોરે થઈ હતી. જ્યારે ટ્રાવેલ કન્સલ્ટન્ટ યોગેશ મિસ્ત્રીને ત્યાંથી 2.50 લાખની ચોરી થઈ હતી.

પોલીસ ટીમ ગુના પકડવા કાર્યરત છે જ
ચોરીના બનાવ બનતા અગાઉની માફક પોલીસ મથકની ટીમ કાર્યરત છે જ પરંતુ તેની સાથે હવે ડી સ્ટાફ અને એલસીબી પણ ચોરી સંબંધિત ગુના અટકાવવા અને ચોરોને પકડી પાડવા કાર્યવાહી કરી રહી છે. ટૂંકા ગાળામાં જ તેનું પરિણામ પણ મળશે. સાથે સાથે પોલીસ દારૂની બદીને નાથવા પણ પ્રયત્નશીલ છે જ. એસ.જી. રાણા, ડીવાય એસપી, નવસારી

ડી સ્ટાફ અને એલસીબી કહે છે, ટૂંક સમયમાં જ પરિણામ લાવી બતાવીશું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો