તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજની પેઢી ગાંધી મૂલ્યોનું આચરણ કરે તે ઈચ્છનીય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી સાર્ધ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત નવસારી હાઈસ્કૂલ ખાતે દૂરદર્શન સમાચાર વિભાગના મદદનીશ નિયામક ઉત્સવભાઈ પરમારનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલના આચાર્ય રાજેશભાઈ ટંડેલે સ્વાગત પ્રવચન કરી મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી અભિવાદન કર્યું હતું. સયાજી વૈભવ પુસ્તકાલયના પ્રોજેકટ કન્વિનર માધવીબેન શાહે વકતાનો પરિચય કરાવ્યો હતો. જે. યુ. મહેતાએ ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે પ્રાસંગિક વાતો કરી હતી. રામુભાઈ ચૌધરીએ ઋણ સ્વીકાર કર્યો હતો. ઠાકોરભાઈ નાયક તથા દાતા ટ્રસ્ટી અને સયાજી વૈભવ પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવભાઈ પરમારે મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો વર્ણવી આજેપણ ગાંધી વધુ પ્રસ્તુત હોવાની પ્રતિતિ કરાવી હતી. વિદ્યાર્થીઓ અભ્ય, નીડર બને, હિંસક પ્રવૃત્તિથી દૂર રહે, સત્યને માર્ગે આગળ વધી તેવા પ્રેરણાદાયક પ્રસંગોને સથવારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.

નવસારી હાઈસ્કૂલમાં વ્યાખ્યાન સાંભળવા ઉપસ્થિત વિદ્યાર્થીઓ.

અન્ય સમાચારો પણ છે...