તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબીલપોરમાં આંતરિક માર્ગો 27મી જાન્યુઆરી સુધી બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબીલપોર ગ્રામ પંચાયતનાં આંતરિક રસ્તાનું સમારકામ અને ગટરની કામગીરી ચાલુ હોય કાલીયાવાડીથી કબીલપોર જતો મુખ્યમાર્ગ 27મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. કબીલપોરમાં આવતા જતા લોકો અને સ્થાનિકોને જેકે ટાવર થઈ કાલીયાવાડી રસ્તાનો ઉપયોગ કરવા ગ્રા.પં.ના શાસકો દ્વારા અનુરોધ કરાયો છે.

કબીલપોર ખાતે હાલમાં વિકાસકામો અંતર્ગત ગટર અને રસ્તાનાં કામોનો પ્રારંભ થયો છે. કબીલપોર ગ્રા.પં.થી હરીનગર સુધી જતા રસ્તાનું કામ ચાલુ હોવાથી કબીલપોર બજારમાંથી આવતા જતા લોકો અને ગ્રામજનો માટે વૈક્લ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે ગ્રામ પંચાયતનાં શાસકોએ જણાવ્યું છે.

નવસારી નજીક આવેલા કબીલપોર ગ્રામ પંચાયતનું નવું મકાન હવે પૂર્ણતાને આરે છે અને કબીલપોરમાં રસ્તાનાં કામો પહેલા ગટર લાઈનનું કામ શરુ થયું હોય આ કામગીરી તા.27 જાન્યુઆરી સુધી ચાલનારી હોય કબીલપોર પંચાયતનાં શાસકોએ સ્થાનિકો અને આવતા જતા વાહનચાલકોને જેકે ટાવર પાસેથી કાલીયાવાડી જતા રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું, જેથી વાહનચાલકોને આવગમનમાં સરળતા રહે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો