તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં SSC પરીક્ષાર્થી માટે પ્રીબોર્ડ પરીક્ષાનો નવતર અભિગમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં નવી પેટર્ન મુજબ બોર્ડની પરીક્ષા લેવાનાર હોય વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ ફેલાઈ છે. નવસારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવી પદ્ધતિ અંગે જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના એસએસસી પરીક્ષાર્થીઓ અવગત થાય તે માટે પ્રિબોર્ડ પરીક્ષાનો નવતર અભિગમ અપનાવાયો છે. આ અભિગમથી પરીક્ષાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડરનો માહોલ દૂર થશે.

ગુ.મા.-ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2020 બોર્ડની પરીક્ષા નવી પેટર્ન મુજબ લેવાનાર છે. રાજ્યભરના શિક્ષકોથી વિદ્યાર્થીઓમાં નવી પદ્ધતિ અંગે અસમંજસની સ્થિતિ છે. નવી પદ્ધતિ અંગે નવસારી જિલ્લાના એસએસસી પરીક્ષાર્થી માટે જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરી અઠવાડિક ટેસ્ટ શરૂ કરી છે. ગ્રાન્ટેડ શાળાને અપડેટ કરવા શાળાના બાળકો માટે કોઈપણ પ્રકારની ફી લીધા વગર ગુણવત્તાલક્ષી બોર્ડના પરીક્ષાના માહોલ સર્જી પરીક્ષાના વાતાવરણથી અવગત થાય એ માટે પ્રીબોર્ડ પરીક્ષા 9મી જાન્યુઆરીથી શરૂ થઈ છે. આ નવતર પ્રયોગથી જિલ્લાના વિદ્યાર્થીઓના પરીક્ષાનો ડરનો માહોલ દૂર થશે. બોર્ડની પરીક્ષા માટે આદર્શ વાતાવરણ મળી રહેશે. જેની સીધી અસર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના પરિણામ પર પડશે. શાળામાં લેવાયેલી પરીક્ષામાં 40 ટકા કરતા ઓછા પરિણામ આવ્યા છે તે તમામ આચાર્યો સાથે બેઠક નબળા પરિણામને સબળા પરિણામ માટે માર્ગદર્શન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો