તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોર સનસિટી નજીક પાણીની પરબનો આરંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી વિજલપોર રેલવે ફાટક સામે ‘સનસિટી’ બિલ્ડિંગ નજીક નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ અને ઉત્કર્ષ મંડળના સહયોગથી સુશીલાબેન નાયકની પ્રેરણાથી ઠંડા પાણીની પરબનો શુભારંભ કરાયો હતો. ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી, પેન્શનર મંડળના દિનેશભાઈ મિસ્ત્રી, સુશીલાબેન નાયકના હસ્તે પરબનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પેન્શનર મંડળના મંત્રી મણીભાઈ પટેલ, મોરારભાઈ, અનિલભાઈ વગેરેએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. સનસિટી નિવાસી હિતેષ નાયકે વિજલપોરની આ પાણીની પરબની દેખભાળની જવાબદારી સ્વીકારી બંને સંસ્થાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...