તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામીનારાયણ સ્કૂલમાં ગાંધીજી વિશે માહિતી અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે દિલ્હી નેશનલ મ્યુઝીયમ ઈન્સ્ટિટ્યૂટથી મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીજી વિશે માહિતગાર કર્યા હતા અને તેને લગતી પ્રવૃત્તિઓ કરાવી હતી. પ્રવૃત્તિઓના ભાગરૂપે બાળકોએ માટી અને છાણના મિશ્રણથી ગાંધીજીની પાદુકા, ચશ્મા અને માળાની કલાકૃતિ બનાવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યું હતું. શિક્ષકો દ્વારા ગાંધીજીના જીવનના ઉદાહરણો લઈ બાળકોને નૈતિક મુલ્યોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. બાળકોને ગાંધીજીના જીવનની ઝાંખી કરાવતા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલીયા, આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાય તથા ભાવનાબેન દ્વારા બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે વિવિધ ભેટ અપાઈ હતી તેમજ ગાંધીજીના જીવન વિશે માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...