તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં 28મીએ સિનિયર સિટિઝન પબ્લિક લાયબ્રેરીનું ઉદઘાટન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારી નગરપાલિકા પ્રેરિત અને નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન સંચાલિત, ન્યુ પટેલનગર સોસાયટીમાં નિર્મિત થયેલી સિનિયર સિટીઝન પબ્લિક લાયબ્રેરીનું 28 ફેબ્રુઆરીએ સવારે 9.30 કલાકે નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇના હસ્તે ઉદઘાટન થશે. આ પ્રસંગે નવસારી પાલિકાના પ્રમુખ કાંતિભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રેમચંદભાઇ લાલવાણી, ચીફ ઓફિસર ગોહિલ તથા પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે હાલ અમદાવાદ રહેતા નવસારીના વતની ઉદયભાઇ દેસાઇ ઉપસ્થિત રહેશે. ઉદયભાઇ એ લાયબ્રેરીના નિર્માણમાં આર્થિક સહયોગ આપ્યો છે. ગિરિજા સિનિયર સિટીઝન પબ્લિક લાયબ્રેરીની સાથે પિયુષભાઇ દેસાઇ તથા ઉદયભાઇ દેસાઇ શિરડીના સાંઇબાબાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. નવસારી નગરપાલિકાના આ પ્લોટમાં, નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન પાર્ક તથા હળવી એક્સરસાઇઝના સાધનો ટૂંક સમયમાં મૂકવાનું આયોજન પણ થયું છે.પબ્લિક લાયબ્રેરી, ગાર્ડન તથા એક્સરસાઇઝના સાધનોનો ઉપયોગ નવસારીના તમામ વરિષ્ઠ નાગરિકો કરી શકશે. લાયબ્રેરીના નિર્માણમાં નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યોએ તથા નવસારીના દાતાઓએ દાન આપ્યું છે. લાયબ્રેરીના સભ્ય બનવા માટે કોઇપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો