ઘોડમાલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધઘાટન

Vansda News - inauguration of primary health center in ghodamal village 074011

DivyaBhaskar News Network

Jun 17, 2019, 07:40 AM IST
વાંસદા તાલુકાના ઘોડમાલ ગામના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ તથા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં અદ્યતન પી.એસ.સી અંદાજિત રૂપિયા ૯૧.૦૦.૦૦૦ ના ખર્ચેથી ત્યાર થયેલા ભવનનું ઉદ્ધઘાટન કરાયું હતું, જેને લઈ આ વિસ્તારના લોકોમાં ખુશીનો વાતાવરણ ફેલાયો હતો.

વાંસદા તાલુકાના ઘોડમાલ ગામે સુશોભિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમિત પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું જેમાં ચીખલી -વાંસદાના ધારાસભ્ય અંનત પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ પિયુષ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ચપાબેન, કારોબારી સોમલુભાઈ, ઘોડમાલ સરપંચ મંજુલાબેન બી.જે.પી પ્રમુખ મુકેશ પટેલ સી.ડી.એચ.ઓ. ડો. ભાવસાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રમોદ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ ભવન રૂપિયા ૯૧.૦૦.૦૦૦ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેમાં પી. એમ. રુમ કમ્પાઉડ વોલ, ઈન્જેકશન રુમ, મેડિકલ ઓફિસર રૂમ, કોમન ટોયલેટ કોમન ટોયલેટ કોલ્ડ રૂમ, બનાવવામાં આવ્યા છે. પી. એસ. સી. બનતા આ વિસ્તારના ઉપયોગી બનશે.

X
Vansda News - inauguration of primary health center in ghodamal village 074011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી