તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદાના ખરજઈ ગામે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરજઈ ગામે મેઈન રસ્તાથી જુની વસાહત ફળિયાને જોડતા રસ્તા ઉપર સરપંચની હાજરીમાં વાંસદા -ચીખલી ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવતાં સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ખરજઈ ગામે સુમન ભીલના ઘર પાસેથી પસાર થતા રસ્તા ઉપર આવેલા કોતર નીચાણવાળા હોવાથી ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતો હતો. જેના કારણે મેઇન રસ્તાથી જૂની વસાહત ફળિયામાં જતા લોકોને સહન કરવાનો વારો આવ્યો હતો. ગામના સરપંચ નવીન બિરારીને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાતા તેમને ઉચ્ચ લેવલે રજૂઆત કરી હતી.

સિંચાઈ વિભાગ દ્વારા 6 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂરી મળતા બુધવારે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ હસ્તે સરપંચ નવીનભાઈ બિરારી તેમજ ગામના આગેવાનોની તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના બારૂક ચવધરી, તા.પં. સભ્ય મનિષ પટેલ સહિત ગામના આગેવાનો તેમજ યુવાનોની ઉપસ્થિતિમાં ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો