આમરી ગામે છેતરપિંડી કરવા જતાં બેને મેથીપાક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં આવેલા આમરી ગામની હદમાં એક પુરુષ અને એક મહિલા કેટલીક લોભામણી જાહોરતો કરી ઇનામો જીતવા લોકોને સમજાવી રહી હતી. દરમિયાન એક વ્યક્તિ પાસેથી રૂ.7000 જેટલી રકમ લીધા પછી ઇનમમાં લાગેલ ઘરઘંટી નહીં આપી કારમાં બેસી ભાગવા જતા બંને ને સ્થાનિકોને ઝડપી લીધા હતા અને પોલીસને હવાલે કર્યાની માહિતી સાંપડી છે.

આમરી પંથકમાં બપોરના સમયે અજાણી મહિલા પુરુષ સાથે આવી હતી. તેઓ બંને લોકોને વિવિધ સ્કીમમાં ભાગ લેવા જણાવી રહી હતી.રૂપિયા 100 આપી તેઓ ટિકિટ ખેંચાવતા હતા અને ઇનામની વસ્તુ લોકોને આપતા હતા.દરમિયાન એક વ્યક્તિને એક પછી એક એમ ત્રણ ઇનામો જેવા કે મિક્સર મશીન વગેરે લાગતા તે મહિલાએ તેમને હવે પછી તમને ઘરઘંટી મળશે એવું જણાવી લોભામણી વાતો કરી હતી. જોકે એ માટે તેમને 7000 ચૂકવવાનું કહેતા આખરે એ રકમ ચૂકવી દીધી હતી.પરંતુ એ રકમ લીધા પછી આવતી કાલે તમને ઇનામ મળશે એવું કહી કારમાં બેસી તેમણે ચાલતી પકડી હતી.આથી સ્થાનિક લોકોને પોતે છેતરાયાનું લાગ્યું હતું.આથી કેટલાક લોકોએ એ કારનો પીછો કરી તે બંનેને ઝડપી પાડી છેતરપિંડી નો આરોપ લગાવ્યો હતો.તેમને મેથીપાક આપી છેતરપીંડી કરવા બદલ બંને ને પોલીસને સોંપી દીધાની માહિતી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...