તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાંદરખામાં તળાવની પાળે પાણી પીવા દીપડાના આંટાફેરા, પાંજરું ગોઠવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા નજીકના નાંદરખા ગામે મોડી રાત્રે તળાવ કાંઠે પાણી પીવા દીપડાના આંટાફેરાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવી મરઘાંનું મારણ મુકી દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. 2016-2017માં નાંદરખા ગામેથી 6 દીપડા પાંજરે પુરાયા હતા.

નાંદરખા ગામે દીપડાએ ફરી હાજરી પુરાવી છે. નાંદરખા ગામે પટેલ ફળિયામાં રહેતા મુકેશ બાવાભાઈ પટેલ તેમજ અન્ય ગ્રામજનોએ પટેલ ફળિયામાં આવેલા તળાવની પાળે દીપડાને પાણી પીતા જોયો હોવાની વાત જાણવા મળી હતી. જે વાત વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોમાં ભય વ્યાપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2016 -2017ના વર્ષ દરમિયાન નાંદરખા ઊગમણા ફળિયામાં પોલ્ટ્રી ફાર્મ પાસે એક પછી એક એમ 6 દીપડા પાંજરે પુરાયા હતા. જે બાદ લાંબા સમય બાદ ફરી એકવાર નાંદરખા વિસ્તારમાં દીપડાના આંટાફેરા સામે આવતા લોકોમાં દહેશત વ્યાપી છે. હાલની ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે પુર્તતા કરી દીપડાની આવન જાવનના રસ્તે પાંજરામાં મરઘાંનું મારણ મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...