નકલી પોલીસ કેસમાં આરોપીઓના ઘરેથી સોનાના દાગીના કબજે લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નકલી પોલીસનો સ્વાંગ રચીને એકલા જતાં સિનિયર સિટીઝનોને આગળ ચોરી થઈ છે પોલીસ તપાસ ચાલુ છે તેમ કહીને સોનાના દાગીનાને રૂમાલ અથવા થેલીમાં મૂકવી દઈને ત્રણથી ચાર મિનિટમાં દાગીના સેરવીને છૂમંતર થતાં ઈરાની ગેંગના બે સભ્યોના ઘરેથી ગતરોજ નવસારી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે લેવામાં સફળતા મેળવી હતી.

25મી માર્ચે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાઇક ઉપર બે ઇસમો પૂરઝડપે જતાં હોય પોલીસે તેની ઉપર શંકા જતાં તેમનો પીછો કર્યો હતો. બાઇક સ્લીપ થતા બંને પડતાં પોલીસે બંનેની શંકાને આધારે પક્ડયા હતા. બાઇક ઝડપી ચલાવતા હોય તે અંગે ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં તેઓએ નકલી પોલીસનો સ્વાંગ રચીને છેતરપિંડી અને ચેઈન સ્નેચિંગની કબૂલાત કરતાં કોર્ટમાં રજૂ કરતાં છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નવસારી પોલીસ આરોપીના ઘરે ભિવંડી જઇને ચોરીનો મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી હતી.

સોનાના દાગીના આરોપીના ઘરેથી મળ્યા
ગતરોજ નવસારી પોલીસ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે આવેલા આરોપીઓના ઘરે જઇને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે 2 સોનાની ચેન, 1 સોનાની વીંટી, 1 તૂટેલું મંગલસૂત્ર, મંગળસૂત્રના સોનાના દાણા 12 નંગ અને એક કાનની સોનાની બુટ્ટી મળી હતી. આ દાગીના જેમના હોય તેઓએ નવસારી પોલીસનો સંપર્ક કરવાનો રહેશે. એમ.એન. શેખ, પોસઈ, બીલીમોરા

અન્ય સમાચારો પણ છે...