જૂથ અથડામણમાં પ્રકરણમાં પોલીસની સર્ચ કાર્યવાહી જારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરની જૂથ અથડામણમાં ઝડપાયેલા સાતેય આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે. જોકે પોલીસે ‘સર્ચ’ જારી રાખ્યું છે.

વિજલપોરમાં સોમવારે રાત્રે બાઈક અડીને જવાને મામલે બે જૂથો સામસામે આવી પથ્થરમારો કરતા પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. બનાવમાં 16 જણાંની નામજોગ સહિત 400ના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે પ્રથમ પકડાયેલા સાતેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ઘટનામાં 16 સામે નામજોગ ફરિયાદ કરાઈ હતી, જેમાંથી 7ંની ધરપકડ કરાઈ છે. પોલીસે વધુ આરોપીની ધરપકડ કરવા ‘સર્ચ’ જારી રાખ્યું છે. શુક્રવારે શિવાજી ચોકથી વિઠ્ઠલમંદિર જતા માર્ગ ઉપર વાહનોની ચકાસણી પણ કરાયાની જાણકારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...