તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં સેનામાં નિવૃત્ત પરિવારોનો સમારંભ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણા દેશના સાચા હીરો રાષ્‍ટ્રના નૌકા, ભુમિદળ, વાયુસેનામાં સેવા બજાવી ચુકેલા દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા જિલ્લાના નિવૃત વીર જવાનો, અધિકારીઓ અને તેમના 700 થી વધુ પરિવારોનું અનોખુ મિલન નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્‍પસ ઓડીટોરિયમ ખાતે યોજાયું હતું. જેનો મુખ્ય આશય તેમના પ્રશ્નો પેન્શન, આરોગ્ય વગેરે જાણી તેનો યોગ્ય ઉકેલ લાવવાનો છે.

સમારંભમાં આવકાર કર્નલ મુદિત શર્માએ આપ્‍યો હતો. નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીએ મેડીકલ ટીમ દ્વારા મેડીકલ ચેકઅપની સેવાઓ આપી હતી. મેજર તુષારે સભા સંચાલન, કર્નલ એ.કે. વશિષ્ઠે ભૂતપુર્વ સૈનિકોને મળતી સેવાઓની માહિતી આપી હતી.

ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્‍યું હતું કે, આર્મીની આઉટ રીમ કાર્યક્રમમાં આરોગ્‍ય તપાસણી માટે 14 મેડીકલ ઓફિસર, 14 લેબ ટેકનિશિયન, 28 સ્ટાફનર્સ અને વર્કરો તેમજ વિવિધ વિભાગના 10 ડોક્ટરોની ટીમોએ સેવાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...