તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં ચાલુ ઓટોરિક્ષાએ ચાલકને હાર્ટ એટેક આવતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબીલપોર ખાતે રહેતા રિક્ષાચાલક શનિવારે રિક્ષા લઈને નવસારીથી રેલવે સ્ટેશન તરફ જતો હતો. એ દરમિયાન સત્તાપીર પાસે આવતા હૃદયરોગનો હુમલો થતા ચાલુ રિક્ષાએ ચાલક પડી ગયો હતો. તેને સારવાર માટે નવસારી સિવિલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

કબીલપોરના વસંતવિહાર ખાતે રહેતા લાલતાપ્રસાદ જનઈરામ યાદવ (ઉ.વ. 42, મૂળ. યુપી) ઘણાં વર્ષથી રિક્ષાચાલક તરીકે નવસારીથી રેલવે સ્ટેશનથી ગ્રીડ સુધીના રિક્ષાના ફેરા મારતા હતા. તેઓ શનિવારે પણ બપોરે 12 વાગ્યાના સુમારે રિક્ષા લઈને ગ્રીડની નવસારી રેલવે સ્ટેશન તરફ જતા હતા. એ દરમિયાન સત્તાપીર નજીક આવતા લાલતાપ્રસાદ અચાનક રિક્ષામાંથી રસ્તા પર પડી ગયા હતા. જેથી બેભાન થયેલા લાલતાપ્રસાદને સ્થાનિકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકને ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે રિક્ષામાં કોઈ અન્ય મુસાફર ન હોવાની માહિતી પણ નવસારી ટાઉન પોલીસમાંથી જાણવા મળી હતી. નવસારીમાં વસતા યુપીવાસીઓને આ ઘટનાની જાણ થતા સિવિલમાં એકત્ર થયા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ અંગેની ખબર મૃતકના મિત્ર વિજયબહાદુર યાદવે નવસારી ટાઉન પોલીસમાં આપતા વધુ તપાસ હે.કો. વિપુલભાઈ ખંડુભાઈ કરી રહ્યા છે. સત્તાપીર પાસે આવતા હૃદયરોગનો હુમલો થતા ચાલુ રિક્ષાએ ચાલક પડી ગયો હતો. તેને સારવાર માટે નવસારી સિવિલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

ભોગ બનનાર રિક્ષાચાલક લાલતાપ્રસાદ યાદવના પરિવારમાં ત્રણ છોકરીમાં એક છોકરી 10 વર્ષની, બીજી ધો. 5માં, ત્રીજી ધો. 3માં અને 3થી 4 વર્ષનો એક પુત્ર છે. ચાર સંતાનોના અભ્યાસ અને આર્થિક નિર્વાહની જવાબદારી મૃતક રિક્ષા ચલાવી નિભાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...