તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં મંદીની અસર પતંગ-દોરા ઉપર, 30 ટકા ખરીદીમાં ઘટાડો દેખાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાં ચાલુ વર્ષે મંદીનું ગ્રહણ પતંગ અને દોરીનાં ધંધાને પણ લાગ્યું છે. જેમાં વેપારીઓનું 13મીને મંગળવારે બપોર સુધીમાં ગત વર્ષ કરતા 30 ટકા વેચાણ ઘટ્યું હોવાનું જણાયું છે. વેપારીઓએ પોતાની દુકાનો મોડી સાંજ સુધી રાખી હતી. હાલમાં લોકો પણ મોંઘવારીને કારણે પતંગ દોરી જે દર વર્ષે ખરીદી કરતા હતા તેમાં ઘટાડો કરતા પણ જોવા મળ્યા હતા. મંદીને લઈ આ વર્ષે 30 ટકા જેટલો માલ ઓછો ભરાવ્યો હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું હતું.

નવસારીમાં ચાલુ વર્ષે મંદીનું ગ્રહણ દોરી પતંગના વેચાણને પણ લાગુ પડ્યું હતું. જેમાં પતંગ દોરીનાં ભાવોમાં વધારો નહીં પણ હાલમાં મંદીનાં કારણે વેપારીઓએ સ્ટોક ઓછો રાખ્યો હોવાનું જણાવ્યું હતું. સેન્ટ્રલ બેંક પાસે આવેલા હોલસેલ ડીલર રોનક શાહે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વરસે દોરી પતંગનાં ભાવમાં વધારો થયો નથી પરંતુ મંદીને લીધે લોકો ખરીદી માટે જે અગાઉનાં વર્ષોની જેમ આવતા હતા તેમાં ઘટાડો નોંધાયો છે. આજે 13મી જાન્યુઆરીએ બપોર સુધી ગ્રાહકો એકલ દોકલ જોવા મળી રહ્યા છે અને હજુ ગ્રાહકો બોબીનો લેવા આવી રહ્યા છે. હાલમાં તૈયાર ફીરકીનો ક્રેઝ લોકોમાં જોવા મળ્યો છે. આ વર્ષે 2500વાર અને 5000વાર બોબીનની માંગ વધુ રહી છે. જેમાં સાંકળ-8 પ્લેટીનમ, સુપ્રિમ પાંડા દોરાના ખરીદદારો નીકળ્યા છે. અન્ય વિક્રેતાઓ પણ મંદીનો માહોલ અને લોકોનો તહેવારો પ્રત્યે ઘટતા ક્રેઝને પગલે દોરી પતંગના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મોડી સાંજે ગ્રાહકોની ભીડ દરેક દુકાનોમાં જોવા મળતી હતી. નવસારી પંથકમાં ઉત્તરાયણ પર્વે અંદાજે 50 લાખનું દોરી-પતંગનાં વેચાણ દર વર્ષે થતુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. લોકોની ખરીદશક્તિ ઘટતા વેચાણમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે.

નવસારીમાં વિવિધ વેરાયટીના પતંગ તેમજ પતંગ અને દોરાની ખરીદી કરી રહેલા લોકો.

પતંગ ઉપર જોડી નંબર 1 મોદી શાહ છવાયા
ઉત્તરાયણનાં પર્વે આકાશમાં નરેન્દ્ર મોદી અમિત શાહના જુગલબંધીવાળા જોડી નંબર 1 ચોકીદાર નરેન્દ્ર મોદીના ફોટા, ભારત કા ગૌરવ નરેન્દ્ર મોદી, બેટી બચાવો બેટી વધાવો જેવા સામાજીક જાગૃતિને લગતા પતંગો તથા બાળકોને પ્રિય મોટુ-પતલું, ડોરેમોન, શીનચેન, બાર્બી, શિવા, સ્પાઈડરમેનના ચિત્રવાળા પતંગોની માંગ હતી. પબજીવાલા પતંગ પણ બજારમાં નવા આવ્યા અને બરેલી, ચીલ, ખંભાતી પતંગ રૂ. 200માં 50 નંગ આવતા હોય તેની માંગ પણ વધુ હતી.

ઘાયલ પશુ-પક્ષીઓ માટે કરૂણા રથ, એનિમલ સેવિંગની ટીમ તત્પર
નવસારીમાં ઉત્તરાયણ પર્વે ઘાયલ થયેલ પક્ષીઓ માટે સરકારની કરૂણા એમ્બ્યુલન્સ, શાંતાદેવી રોડ ખાતે કરૂણા સેવા, એનિમલ સેવિંગનાં સભ્યો વિજલપોર શિવાજીચોક ખાતે ઘાયલ પક્ષીઓને સારવાર આપશે.

માલ જ ઓછો ભરાવ્યો હતો
છેલ્લા વર્ષે મંદીનાં કારણે માલનું વેચાણ ઓછુ થયું હોય અને માલનો ઉપાડ થતો ન હોય જેના કારણે આ વર્ષે ગત વર્ષ કરતા 30 ટકા પતંગ-દોરીનો સ્ટોક ઓછો ભરાવ્યો છે. સાંજે ઘરાકી નીકળશે એવી આશા છે. મહેશ પાટીલ, વિક્રેતા, નવસારી

તૈયાર તલના લાડુ-ચીકી, મમરાનાં લાડુની ડિમાન્ડ વધુ
ઘણા લોકો માત્ર ઉત્તરાયણ પર્વે જ તલના લાડુ-ચીકી ખાતા હોય છે. હવે લોકો પાસે સમય ન હોય ઘરે બનાવવાને બદલે તૈયાર લાડુ અને ચીકી દુકાનો પરથી ખરીદી કરતા હોય છે. હાલમાં તૈયાર તલના લાડું રૂ. 120નાં 500 ગ્રામ અને ચીકી રૂ. 20થી લઈને 100 સુધીની વેરાયટીઓ લોકો ખરીદી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો