તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં મહાવીર જયંતીએ કતલખાનાં ચાલુ રહેતાં વિવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહિંસાના પર્યાય ગણાતા મહાવીર સ્વામીની જયંતિએ નવસારીમાં કતલખાના પાલિકાએ બંધ ન કરાવતા વિવાદ સર્જાયો છે. દોઢ મહિના અગાઉ મહાશિવરાત્રી પર્વે કતલખાના બંધ રાખવા પાલિકાએ નોટીસ જારી કરી હતી.

જૈન ધર્મના મૂળમાં અહિંસા અને જીવદયા છે ત્યારે જૈનોના પર્વ ‘પર્યુષણ પર્વ’, ‘મહાવીર જયંતી’એ કતલખાનાઓ બંધ કરાવવા સરકાર, પાલિકાઓ અનુરોધ કરે છે અને કતલખાના સંચાલકો મહદઅંશે અનુરોધને ...અનુ. પાના નં. 3

વિજલપોરમાં કતલખાનાં અંગે પત્ર જારી
જ્યાં નવસારી પાલિકાએ મહાવીર જયંતીએ કતલખાના બંધ કરાવવા નોટીસ કાઢી ન હતી ત્યાં અડીને આવેલા વિજલપોર પાલિકાએ કતલખાના બંધ કરાવવા નોટીસ ઈસ્યુ કરી હતી. ભગવાન શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિએ કરેલી રજૂઆતને ધ્યાને લઈ વિજલપોર પાલિકાએ નોટીસ ઈસ્યુ કરી હતી.

કતલખાનાં બંધ રાખવા પત્ર આપ્યો હતો
અમે વિજલપોર પાલિકા અને નવસારી પાલિકામાં કતલખાના બંધ રાખવા પત્ર આપ્યો જ હતો. હું નવસારી પાલિકામાં તપાસ કરાવી લઉ છું. ભાવેશ વારૈયા, મંત્રી, મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ

સરકારમાંથી પત્ર મળ્યો ન હતો
સરકારમાંથી કતલખાના સંદર્ભે પત્ર મળ્યો ન હતો. બીજુ કે સ્થાનિક જૈન સંસ્થાનો પણ પત્ર અમને ખાતામાં મળ્યો ન હતો. વિમલ ટેલર, અધિકારી, આરોગ્ય વિભાગ-નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...