તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં મચ્છી માર્કેટનું દબાણ પુન: દૂર કરી શકાયું નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા ઉપાડે નવસારીની બનાતવાલા સ્કુલ નજીકના મચ્છી માર્કેટના દબાણને હટાવવા ગયેલ પાલિકાના સ્ટાફ અને પોલીસ વધુ એક વખત વીલે મોંએ પરત ફરી હતી. નવસારીમાં બનાતવાલા હાઇસ્કુલને લગોલગ મચ્છી વેચનારા બેસે છે. નવસારી હાઇસ્કુલથી ગોહિલ હોસ્પિટલ જતા રોડ ઉપરની મચ્છી માર્કેટને હટાવવા પાલિકાએ ભૂતકાળમાં અનેક વખત પ્રયત્નો કર્યા હતાં પરંતુ સફળ થયા ન હતાં. આ મામલો જિલ્લા કલેક્ટરના ફરિયાદ નિવારણમાં ગયો હતો અને જેમાં કલેક્ટરે માર્કેટનું અન્યત્ર સ્થળાંતર કરવા કહ્યું હતું.

પાલિકાએ આજે સોમવારે બપોરે અઢી વાગ્યાનાં અરસામાં દબાણ હટાવવાનું નિર્ધારિત કર્યુ હતું. આ માટે પોલીસ બંદોબસ્ત મંગાતા 35 થી 40 પોલીસો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતાં. જોકે કોઇ કામગીરી કરે તે પહેલાં જ સ્થળ ઉપર જમા પોલીસ કાફલો પરત ત્યાંથી જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો