તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Navsari News In Navsari City Shelter Will Be Provided To The Refugees The Municipal Corporation Will Make A 39night Shelter Home39 024047

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી શહેરમાં નિરાશ્રિતોને આશ્રયસ્થાન મળશે, પાલિકા ‘નાઇટ શેલ્ટર હોમ’ બનાવશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી શહેરમાં નિરાશ્રિતો, ઘરવિહોણાં લોકોને આશ્રયસ્થાન આપવા માટે અહીંની નગરપાલિકાએ 2 કરોડ રૂપિયાના ખર્ચે ‘નાઇટ શેલ્ટર હોય’ બનાવવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના દિશાસૂચન મુજબ આ ‘નાઇટ શેલ્ટર’ બનાવાઇ રહ્યું છે.

માત્ર ભિક્ષુકો જ નહીં પરંતુ એવા વૃધ્ધ યા અન્ય લોકો પણ શહેરમાં હોય છે, જેઓ પાસે માથે ‘છત’ નથી અને રાત્રીના સમયે ઠંડી, ગરમી યા વરસાદ હોય એવા સંજોગોમાં પણ આકાશને છત બનાવી ખુલ્લામાં જ રહેવું પડે છે. આજના વિકસીત સમયમાં પણ લોકોને ખુલ્લામાં જ રાત્રી વિતાવવી પડે એ સમાજ, દેશ માટે નામોશીજનક બાબત કહેવાય છે. જે બાબતને લઇને સુપ્રીમકોર્ટે નાઇટ શેલ્ટર બનાવવાના દિશાસૂચન કર્યા છે. આ દિશાસૂચન મુજબ અહીંની નવસારી પાલિકાએ નિરાશ્રિતો માટે શહેરમાં આશ્રય્ મળે તે માટે ‘નાઇટ શેલ્ટર’ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નાઇટ શેલ્ટર કાલીયાવાડી દશેરાટેકરી રોડ ઉપર ટી.પી.સ્કીમ-2 ફાયનલ ફ્લોટ-139માં બનાવવામાં આવશે.

શહેરમાં નિરાશ્રિતો, ઘરવિહોણા માટે આશ્રયસ્થાન બનાવવાની છેલ્લાં કેટલાક સમયથી માંગ થતી રહી છે. નાઇટ શેલ્ટર થકી આ માંગ પૂર્ણ થશે. નિરાશ્રિતો, ભિક્ષુકો વગેરેને નાઇટ શેલ્ટર થકી આશ્રયસ્થાન તો મળશે જ સાથે સરકારની અન્ય યોજનાઓનો લાભ મેળવવામાં પણ મદદરૂપ થશે. પાલિકાએ નાઇટ શેલ્ટર બનાવવા માટે ટેન્ડરો મંગાવવા અંગેની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે.

પોઝિટિવ
ઘરવિહોણા ખુલ્લામાં રહેતા લોકોને આશ્રય આપવા નાઇટ શેલ્ટર બનાવવાનો નિર્ણય
દશેરા ટેકરી કાલીયાવાડી રોડ ઉપર શેલ્ટર બનાવવાનો નિર્ણય કરાતાં નિરાશ્રિતોને રાહત થશે.

નિર્ણય લેવાઈ ગયો, શેલ્ટર કમિટી રચાશે
નાઇટ શેલ્ટર બનાવવાનો નિર્ણય તો કરી દેવાયો પરંતુ તેમાં કોને સ્થાન આપવું, કેવી રીતે ચલાવવું, સુવિધાઓ કઇ આપવી વગેરે બાબતો માટે આગામી દિવસોમાં શેલ્ટર મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરવામાં આવશે. આ કમિટી મોનિટરિંગ પણ કરશે.

કામચલાઉ આશ્રયસ્થાન શરૂ કરાયું
નવસારીમાં ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાન બનાવવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે. જેને લઇને સુવિધાસભર નાઇટ શેલ્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ નાઇટ શેલ્ટર બનાવવામાં 1 વર્ષ યા તેથી વધુ સમય લાગે એમ છે ત્યારે પાલિકાએ લક્ષ્મી ટોકીઝ નજીક કામચલાઉ આશ્રયસ્થાન હાલ શરૂ પણ કરી દીધું છે.

સુપ્રીમની ગાઇડ- લાઇન મુજબ
આજના જમાનામાં ભિક્ષુક વગેરેને પણ ખુલ્લામાં રહેવું પડે એ યોગ્ય બાબત નથી. જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે આપેલી ગાઇડલાઇન મુજબ પાલિકાએ ‘નાઇટ શેલ્ટર’ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રેમચંદ લાલવાણી, ચેરમેન, એક્ઝિક્યુટિવ કમિટી, નવસારી પાલિકા

અંદાજે 2 કરોડ રૂપિયાનાં ખર્ચે સુવિધાસભર આશ્રયસ્થાન બનાવાશે
નાઇટ શેલ્ટર સંલગ્ન માહિતી
નાઇટ શેલ્ટરની ક્ષમતા અંદાજિત 100 વ્યક્તિની.

બાંધકામનો ખર્ચ અંદાજિત 2 કરોડ રૂપિયા.

નિભાવણી ખર્ચ 31.80 લાખ રૂપિયા.

સીસીટીવીથી સજ્જ કરાશે.

હેલ્થ ચેકઅપ નિયમિત કરાશે.

સ્ત્રી, પુરૂષો અને વિકલાંગોની પણ વ્યવસ્થા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો