તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલસાડમાં રૂ. 4.50 લાખની મતા ચોરી, નવસારીમાં તસ્કરોએ PSIને સસ્પેન્ડ કરાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં એક જ રાત્રીએ 20 અલગ અલગ સ્થળોએ તસ્કરો ત્રાટક્યા અને 64 હજાર ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા ની ઘટનાએ નવસારી પોલીસ ની ઊંઘ હરામ કરી દીધી છે.ઘટના ભૂલાય તે પહેલા જ ચોરીનો સિલસિલો યથવત રહ્યો હતો.અમલસાડમાં રૂ.4.50 લાખની મતાની ચોરી થયાની ઘટના પ્રકાશ માં આવ્યા પુનઃ એક વખત આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે નવસારી શહેરમાં 20 જેટલા અલગ અલગ સ્થળોએ તસ્કરો ત્રાટક્યા હોવા છતાં પોલીસ તેને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે જેને પગલે ફરજમાં નિષ્કાળજી રાખનાર ટાઉન પોસઈ એચ એસ ચાવડા ને જીલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે.આ ઘટના એ સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચાવી દીધો છે આ ઘટના પછી પણ અમલસાડ માં પણ ઘરફોડ ચોરીની ઘટના બનતા તસ્કરોને પોલીસને કોઈ ડર નહિ રહ્યો તેવું જણાય રહ્યું છે પોલીસે તસ્કર ટોળકીને ઝડપી પાડવા પ્રયાસ શરુ કર્યો છે.પરંતુ આગામી દિવસોમાં પોલીસને આ તસ્કર ટોળકી ને ઝડપી લેવા સફળતા મળશે કે કેમ ! તે ચર્ચાનો વિષય બન્યો છે.

અમલસાડની સ્ટેશનરોડ પાસે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે આવેલ સુવિધા ...અનુસંધાન પાના નં. 3

સુપરવિઝન કરનાર PSI જ જવાબદાર, ટીમ નહીં

નવસારી શહેરમાં રાત્રી નાં એક વાગ્યા થી ચાર વાગ્યા દરમ્યાન ચોરીની ઘટના દરમ્યાન નવસારી ટાઉનમાં પેટ્રોલિંગની કાર્યવાહી કરનાર પોસઈ ચાવડાની નાઈટ સુપર વિઝનમાં બેદરકારી હોય તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.જો કે તેમની ટીમને તેમનું માર્ગદર્શન હોય તેઓની બેદરકારી નહિ હોય તેમની ઉપર કાર્યવાહી કરી ન હતી. > ડો.ગીરીશ પંડ્યા, એસપી, નવસારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો