તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમડપોર ગામે રાત્રે સંદિગ્ધ માણસોની કારમાં અવરજવર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના આમડપોર ખાતે રાત્રિના સમયે કારમાં કેટલાક સંદિગ્ધ માણસોની અવરજવરથી ભયનો માહોલ સર્જાયો છે. નવસારી તાલુકામાં આવેલ આમડપોર ગામે રાત્રીના સમયે કેટલાક શખ્સો કારમાં આંટાફેરા મારી રહ્યાની જાણકારી મળી છે.

આજથી 15 દિવસ અગાઉ 24 ઓકટોબરે રાત્રે 2.45 વાગ્યાના અરસામાં ગામમાં કાર આવી કેટલાક માણસો ઉતર્યા અને જતા રહ્યા હતા, ત્યારબાદ 5મી નવેમ્બરે મોડી સાંજે 8.30 વાગ્યાના અરસામાં જ કારમાં કેટલાક શખ્સો આવી રવાના થયા હતા. એક દિવસ અગાઉ 9મી નવેમ્બરે રાત્રે 1.30 વાગ્યાના સમયે ફરી એકવાર કાર ગામના રહેણાંક વિસ્તારમાં આવી અને જતી રહી હતી. 24મીએ તો એક ઘરનો દરવાજો ખોલ્યો પરંતુ ત્યાં એક બહેન જાગી જતાં તેઓ જતા થયા હતા. ત્રણેય વખત અલગ અલગ કાર ટવેરા, આઈ-10 અને સ્વીફ્ટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉક્ત સંદિગ્ધ લોકોની રાત્રે અવરજવરથી ભયનો માહોલ સર્જાયો છે. ઉક્ત શંકાશીલ લોકોની કાર ગામના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.

સંદિગ્ધોની કારમાં અવરજવરના સીસીટીવી ફૂટેજ.

પોલીસને જાણ કરાઈ
આમડપોરમાં રાત્રે ચોરીના ઇરાદે આવતા હોય તેવા લોકોની રાત્રે કારમાં અવરજવર જણાઈ છે. આ બાબતની જાણકારી પોલીસને પણ કરવામાં આવી છે. સિદ્ધાર્થ કૃપલાની દેસાઈ, અગ્રણી, આમડપોર

અન્ય સમાચારો પણ છે...