તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાધામ વિદ્યાલયના બાળકોને જાદુના પ્રયોગ દ્વારા મહત્વના સંદેશો અપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના ઘેલખડીમાં આવેલા શૈક્ષણિક સંકુલ વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી અંગ્રેજી માધ્યમના ધો. 1થી 10 વર્ગો ચલાવે છે. આ શાળામાં નવસારીના જાદુગર જુ. બાબલા પ્રવિણભાઈએ જાદુના વિવિધ ખેલ બતાવ્યા હતા. કાર્યક્રમના આરંભે પુલવામાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. વિદ્યાલયના પ્રમુખ પ્રદીપ પાંડેએ ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી, મહેશ નાયક તથા જાદુગર જુ. બાબલાને આવકારી સ્વાગત કર્યું હતું. જાદુગર જુ. બાબલાએ વોટર ઓફ ઈન્ડિયાના ખેલ દ્વારા બાળકોને પાણી બચાવો, પાણીના કુદરતી સ્ત્રોતને શુદ્ધ રાખવા પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો. બાળકો સાથે વાલીઓ, શિક્ષકોએ અવનવા જાદુના ખેલ નિહાળી કલાકારની કલાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો