તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનમાં લક્ષ્ય ન હોય તો ક્યાંય પહોંચાતું નથી : ડો. ઉમાકાંતાનંદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગાયત્રી માતાજીના પ્રચાર ઉપાસક, હિંદુ ધર્મ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર કરી રહેલા મહામંડલેશ્વર સ્વામી ડો. ઉમાકાન્તાનંદ સરસ્વતિજી મહારાજ નવસારીના સ્નેહી મિતેષભાઈ નાયકના નિમંત્રણથી પ્રથમ વખત પધાર્યા હતા. ગાયત્રી પરિવારના ડો. રામશર્મા આચાર્યની પ્રેરણાથી 13 વર્ષની ઉંમરે દિક્ષા લઈ સતત 14 વર્ષ સુધી એમની પાવક છાયામાં સાથે રહી ઘડતર થયું એવા સ્વામી હરિદ્વારના જૂના અખાડાના મહામંડલેશ્વર છે. હાલમાં મોરેશિયસમાં તેઓ આશ્રમ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. હિંદુ ધર્મના રહસ્યો, સિદ્ધાંતોનું સચોટ માર્ગદર્શન આપતા તેમણે નવસારીમાં પ્રસંગ પાર્ટી પ્લોટના હોલમાં આમંત્રિતોની હાજરીમાં જણાવ્યું કે શું કર્મનું ફળ મળે છે? કે ભાગ્યનું ફળ મળે છે? આપણે ભાગ્યવાદી હોવા છતાં ચિંતા, તનાવમાં રહીએ છીએ. સમજદાર લોકો પણ ચિંતામાં રહે છે. જે વસ્તુને જાણીએ છીએ તેને અંત:કરણથી માનતા નથી. જે કર્મ કરીએ તેજ ભાગ્યમાં લખાય છે. સંતો ભાગ્ય બદલી શકે છે. ‘હાઉ ટુ ચેઈન્જ યોર ડેસ્ટીની’ની વાતો કરતા કહ્યું કે જીવનમાં લક્ષ્ય ન હોય તો ક્યાંય પહોંચાતુ નથી. મન વિચારોનું સમૂહ છે. વિચાર જ મનુષ્યના સ્વર્ગ, નરક, સુખ-દુ:ખનું કારણ છે. વિચાર બદલાતા મન બદલાય છે. વિચારની ખુબ મોટી શક્તિ છે. જે બનવા માંગો તે વિચારો, જે ચિંતન કરો તેનાથી ભાગ્ય બને છે. મહામંડલેશ્વર ડો. ઉમાકાંતાનંદ સ્વામીજીનો પરિચય દિલીપભાઈએ આપ્યો હતો. યજમાન પ્રસંગે પાર્ટીપ્લોટના નેહલ દેસાઈ, મિતેષભાઈ નાયક, ડો. અજય મોદી, આચાર્ય ભરત નાયક, આચાર્ય દર્શન દેસાઈ, ડો. મનિષ દેસાઈ, આચાર્ય રોહિતભાઈ દેસાઈ, જગદીશભાઈ નાયક વગેરેએ સ્વામીજીનું પુષ્પમાળાથી સ્વાગત કર્યું હતું. સભામાં ડોકટરો, શિક્ષકો, રાજકારણીઓએ ભાગ લીધો હતો.

નવસારીમાં પ્રથમ વખત પધારેલા મહામંડલેશ્વર ડો. ઉમાકાંતાનંદ સરસ્વતીજી મહારાજ નવસારીના પ્રગતિશીલ ખેડૂત, નિવૃત્ત આચાર્ય જગદીશભાઈ નાયક અને મિતેષભાઈ નાયકના નિમંત્રણથી એમને ત્યાં બે દિવસ રોકાયા હતા. સભાજનોમાં આચાર્ય ભરત નાયક, આચાર્ય દર્શન દેસાઈ, આચાર્ય રોહિત દેસાઈ, ડો. મનિષ દેસાઈ, ડો. અજય મોદી વગેરે સાથે સ્વામીજીએ ગોષ્ઠિ કરી હતી. મિતેષભાઈ નાયકના પ્રયાસો થકી નવસારીના બુદ્ધિજીવી વર્ગને સ્વામીજીની જ્ઞાન પ્રચૂર વાણી લાભ મળ્યો હતો. આ સભામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. યજમાન મિતેષભાઈ નાયક, જગદીશભાઈ નાયક, ડો. મનિષ દેસાઈએ સ્વામીજીનું પુષ્પમાળાથી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...