તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ અદા કરનાર જો અધિકારની વાત કરે તો યોગ્ય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | વાંસદા જૈન સંઘ સંભવનાથ જીનાલયની બાજુમાં આવેલા આરાધના ભવન ખાતે સત્સંગ સરિતા વહાવતા પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે લડતથી નહીં પણ લાયકાતથી મળે તે અધિકારની ખુશ્બુ કાંઈક ઔર જ હોય છે. લડવામાં બંને પક્ષે શક્તિ, સંપત્તિ અને સમયનો બગાડ થાય છે. લડવાનું બંધ કરી મૈત્રીનો હાથ લંબાવો, બે બિલાડીઓ લડે એમાં જલસા તો વાંદરાને જ થાય છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રની લડાઈમાં ઉભય પક્ષે નુકસાન છે. અમેરિકા અને ઈરાનની લડાઈમાં નુકસાન તો પ્રજાને જ છે. અહંકાર ટકરાય ત્યારે યુદ્ધોના પડઘમ ગૂંજે છે. આજે ઘણાંને વાતવાતમાં વાંકુ પડતા વાર લાગતી નથી.

આવા સમયે ઘર્ષણ થતા તણખા ઝરે છે. માત્ર અધિકારો ભોગવવાની વાત અને ફરજના નામે મીંડુ એ ન ચલાવી લેવાય. ફરજ અદા કરનાર જો અધિકારની વાત કરે તો યોગ્ય છે. જીત માટે ટેલેન્ટ નહીં પણ ટ્રીક વધારે જરૂરી છે. ટ્રીક વિનાની ટેલેન્ટ ફળદાયી બનતી નથી. જિંદગીમાં કોણ ક્યારે કૃષ્ણ બની જશે અને કોણ સુદામા એની આપણને કંઈ ખબર નથી. મિત્ર સુદામા બને ત્યારે હાથ ખંખેરી અળગા થઈ જવું એ કળિયુગની મૈત્રી છે. સતયુગની નહીં અધિકાર જમાવવો હોય તો પહેલા તમારી જીવનરૂપી ચાદર ચોખ્ખી કરો. સ્વચ્છતા અભિયાનનો સંબંધ કેવળ ભૌતિક સ્વચ્છતા સાથે નથી. ભ્રષ્ટાચારની ગંદકી પણ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી બાબત છે. જીવનમાં જે ગંદકીઓ પડેલી છે તેને દૂર કરવાની છે. બાહ્ય ગંદકીઓ કરતા પણ અંદરની ગંદકીઓ ખતરનાક છે. બીજાને આનંદિત કરવાથી સ્વયં આનંદિત થવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો