આખલાની લડાઈમાં પરિવારને ઘરવખરીનું નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવતા રેલરાહત કોલોનીમાં રાત્રિના અચાનક જ બે આખલા લડાતા લડાતા ઘરમાં ઘૂસી ગયા હતા. એ બંનેની લડાઈમાં ઘરમાં મુકેલા ટીવી-ફ્રીઝ સહિતની સામગ્રીને નુકસાન થયું હતું. જોકે ગણતરીની મિનિટમાં જ આખલા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને અન્ય વિસ્તારમાં દોડતા દોડતા નીકળી ગયા હતા પરંતુ આ ઘટનાથી શ્રમિક પરિવારમાં હજારોનું નુકસાન થયું હતું. લોકોને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે. જ્યાં જરૂરિયાતમંદોના આવાસ બની રહ્યા છે ત્યાં જ રહેતા વિનયભાઈ ટંડેલનું પણ આવાસ બનતું હોવાથી તેમણે કામચલાઉ ...અનુ. પાના નં. 2

રેલરાહત કોલોનીમાં ફરી રહેલા આખલા અને ઢોર તેમજ ઘરવખરીને થયેલું નુકસાન.

અન્ય સમાચારો પણ છે...