તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન મુસાફરોની નોંધ ન કરતા હોટલના માલિકની અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ જેવા જાહેર સ્થળોએ મુસાફરોની અવરજવર રહે તે માટે મુસાફરોની નોંધ ઓનલાઈન કરવાની હોય છે પરંતુ ગણદેવીમાં આવેલી પારસ હોટલના માલિક દ્વારા નિષ્કાળજી સેવતા નવસારી એસઓજીએ તેની અટક કરી હતી.

નવસારી કલેકટર દ્વારા 30મી ઓગસ્ટે જાહેરનામુ બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ જિલ્લામાં આવેલી તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, રિસોર્ટ, ઢાબા, ક્લબ હાઉસ, મુસાફરખાના, ધાર્મિક સ્થળોએ આવતા જતા મુસાફરોની નોંધ હોટલ રજીસ્ટર ઉપરાંત ગુજરાત પોલીસની PATHIK નામની વેબસાઈટમાં આવતા જતા મુસાફરોની ઓનલાઈન નોંધ કરવાની હોય છે. આ નોંધ ન કરનાર ગણદેવીની પારસ હોટલના સંચાલક અહેસાનઅલી સુણસરા (રહે. મટવાડ, ગણદેવી)ની અટક નવસારી એસઓજીએ કરી હતી. વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે. હાલમાં નવસારીમાં પણ એક હોટલ માલિકની આ રીતે જ અટક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...