નવસારીમાં લાઈન લીકેજથી ગરનાળું બંધ અને ટ્રાફિક જામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_નવસારીમાં રેલવે ફાટક નજીકથી પૂર્વથી પશ્ચિમ તરફ જતી પાલિકાની પાણીની લાઈન બપોરે 2 વાગ્યાના અરસામાં લિકેજ થઈ હતી. રેલવેના ફ્રેઈડ કોરિડોરના કામ કરતી વેળા લાઈનને અસર થતા સાંધામાંથી લિકેજ શરૂ થતા પાણીનો મોટો જથ્થો નજીકના પ્રકાશ ટોકીઝ સામેના રેલવે ગરનાળામાં જમા થયો હતો. ગરનાળુ પાણીથી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ થઈ હતી અને બપોરબાદ ત્રણેક કલક હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે ફાટક ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ચોમાસાની મોસમ જેવો માહોલ શિયાળામાં સર્જાયો હતો. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ પાણી સપ્લાય બંધ કરતા 50 હજાર લિટર જ પાણી વહી ગયું હતું. જોકે ઘણાં પાણીનો બગાડ 1 લાખ લિટરથી ‌વધુ થયો હતો. નવસારી પશ્ચિમ વિભાગમાં પાણી વિતરણમાં સાધારણ અસર થઈ હતી, પશ્ચિમે ઘેલખડીથી વોટરવર્કસથી પાણી સપ્લાય વધારવામાં આવ્યો હતો. પાણી ધીમુ જરૂર લોકોને મળ્યાનું જાણવા મળે છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...