તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધુરપને મધુરપમાં ફેરવવાનું કામ મોટાએ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં પૂ. મોટાના અનુયાયી, અનુરાગી અજીત ગાંધી અને ધીરેન્દ્ર ગાંધીના યજમાનપદે ઉત્સવ સમસ્ત મતિયા પાટીદાર સેવા સમાજ વાડી નવસારીમાં ઉજવાયો હતો. પૂ. મોટાની વિચારધારા અને પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નડિયાદ, વડોદરા, નવસારી તેમજ મુંબઈના મોટી સંખ્યામાં લોકો ઉત્સવમાં સહભાગી બન્યા હતા. શોભાયાત્રા, હરિઓમ ધૂન, ભજનો, નામસ્મરણ બાદ સુરતના ગાયક ભાવિક પટેલ વૃંદ તરફથી ભક્તિસંગીત રજૂ કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. સમાજના વિવિધ ક્ષેત્રમાં અવનવી કામગીરી કરનારા સંશોધકો, યુવક-યુવતીઓને પૂ. મોટાના આશ્રમ ટ્રસ્ટ તરફથી સન્માનપત્ર તથા રોકડ પુરસ્કાર મહેમાનોના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા સુરત વીર નર્મદ યુનિ.માં પૂર્વ ચાન્સેલર ડો. દક્ષેશ ઠાકરે સભાજનોને સંબોધતા કહ્યું કે પૂ. મોટાએ માનવરત્ન હતું. જે દૂરનું જોઈ શકતા હતા. સમાજની સ્થિતિ જોઈને અંદરથી આર્વિભાવ થઈ શકે છે. સમાજનું સર્વરીતે કલ્યાણ થાય એ જીવન જીવવાની જડીબુટ્ટી હતી. અધુરપને મધુરપમાં ફેલાવવાનું કામ મોટાએ કર્યું છે. સમાજ માટે જીવવાનો પૂ. મોટાનો જીવનમંત્ર હતો.

અન્ય સમાચારો પણ છે...