તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

STના મુસાફર સાથે ટિકિટ ચેકરનું અભદ્ર વર્તન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાં બસ ડેપોમાં અમદાવાદનાં ટિકિટ ચેકરો દ્વારા નવસારી ડેપોમાં આવતી બસનાં મુસાફરોની ટિકિટ ચેકિંગ કરતી વેળાએ મુસાફરો સાથે અભદ્ર વર્તન અને ભાષામાં વાત કરતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ છે. કેટલાક મુસાફરોએ અમદાવાદનાં ટિકિટ ચેકરનો ફોટો પાડીને મુખ્યમંત્રી, સાંસદ અને વિપક્ષી નેતાને ફરિયાદ કરી હતી.

નવસારીમાં શનિવારે નવસારી એસ.ટી. ડેપો ખાતે સવારે આવેલી અમલસાડથી આવેલી બસમાં અમદાવાદનાં ટિકિટ ચેકર દ્વારા રૂટિન ચેકિંગ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન એક પાસ ધારક મુસાફર પાસેથી ટિકીટ માંગી હતી, ...અનુસંધાન પાના નં. 2

કેસ કરવાની ધમકી આપતો હોવાની વાત
નવસારી ડેપોમાં આવતી બસોમાં અમદાવાદના કથિત ટિકીટ ચેકર દ્વારા બેહુદુ વર્તન થઇ રહ્યું છે. આ બાબતે બસનાં ચાલકો અને કંડકટર પણ પરેશાન છે. જોહુકમી ચલાવનાર ટિકીટ ચેકર કંડકટર અને ડ્રાઈવરો પર ખોટા કેસ કરવાની ધમકી આપતો હોવાની વાત પણ ડેપોસૂત્રોમાંથી જાણવા મળી છે.

મહિલાઓ સામે અભદ્ર વર્તનથી ફરિયાદ કરી છે
વર્ષોથી બસમાં અપડાઉન કરીએ છીએ. નિયમ મુજબ પાસ સાથે 0 રૂ. નીટિકીટ કઢાવી પડે છે. પાસને આધારે જ કંડકટર ટિકીટ કાઢે છે. ટિકીટ બતાવવા છતાં પાસ બતાવો કહીને મુસાફરો સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જેથી સીએમનેે ફરિયાદ કરી છે. અલમાસ ભૂગર, ભોગ બનનાર

અન્ય સમાચારો પણ છે...