તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડા ધોવાના પાણી બાબતે મહિલા પર હથોડીથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના કસબા ગામે કુંભાર ફળિયામાં કપડા ધોતી વખતે પાણી પાડોશીના વાડામાં જતા બોલાચાલી થઈ હતી. આ બબાલમાં મહિલાના માથામાં હથોડીથી હુમલો કરાતા મહિલાને ઈજા પહોંચી હતી. આ બનાવની ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નવસારીનાં કસબા ગામે રહેતા પ્રિયંકાબેન રજનીકાન્ત પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 27મી સપ્ટેમ્બરે તેઓ અને નાનીબેન પટેલ ઘરના વાડામાં કપડા ધોઈ રહ્યા હતા. એ સમયે કપડા ધોતી વખતે પાણી તેમના પાડોશી ધર્મેશ મિસ્ત્રીનાં ઘરની પાછળથી જઈ રહ્યું હતું. આ અંગે ધર્મેશ મિસ્ત્રીની પત્ની કલ્પનાબેને પ્રિયંકાબેન અને નાનીબેનને ઠપકો આપ્યો હતો અને બોલાચાલી કરી હતી. એ સમયે ધર્મેશભાઈ મિસ્ત્રીએ ઉશ્કેરાઈ જઈને ઘરમાંથી હથોડી લાવીને નાનીબેનના માથામાં ફટકારી દીધી હતી. જેને પગલે નાનીબેન લોહીલુહાણ થઈ જતા સારવાર અર્થે દવાખાનામાં ખસેડાઈ હતી. આ અંગે પ્રિયંકાબેને ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.કે. સુરતીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...