જિલ્લાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ગન્સ એન્ડ રોઝીસ ટીમ વિજયી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ત્રીજી બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં બીલીમોરાની ગન્સ એન્ડ રોઝીસ ટીમ ચેમ્પિયન બની હતી.

નવસારી જિલ્લા બાસ્કેટબોલ એસો. દ્વારા ત્રીજી નવસારી જિલ્લા બાસ્કેટબોલ સ્પર્ધા કૃષિ યુનિવર્સિટી એરુ ખાતે યોજાઈ હતી. ગિરીશ પટેલ, મનિષ દેસાઈ (પૂર્વ નેશનલ પ્લેયર), ડો.આદીલ કાઝી, ભાવિન પટેલ (બાગાયત અધિકારી), ડો.નરસિંહ ટંડેલ, ડો. મયુર પટેલ, ગિરીશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં નવસારી જિલ્લાની 5 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં બીલીમોરાની ગન્સ એન્ડ રોઝીસ ટીમ ચેમ્પિયન બની હતી.

બાસ્કેટબોલ સ્પર્ધામાં વિજેતા બીલીમોરાની ટીમના ખેલાડીઓ.

અન્ય સમાચારો પણ છે...