તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સુવર્ણ મહોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સુવર્ણ જયંતી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓના સન્માન સાથે શારદા ફાઉન્ડેશન દ્વારા 5 હજાર વિધવા બહેનોને પ્રધાનમંત્રી અકસ્મતા વીમા યોજનાની પોલિસીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિમલ ઉચ્ચત્તર કેળવણી ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા યોજાયેલા સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિતોને આવકારતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈએ સંસ્થાનો ઈતિહાસ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વાતંત્ર્યસેનાની મોહનલાલ દેસાઈએ સંસ્થાનું સુકાન સંભાળ્યા બાદ સમગ્ર જીવન કોલેજ માટે સમર્પિત કરી દીધુ હતું. બાદમાં અરવિંદભાઈ દેસાઈ અને તેમની ફરજ દરમિયાન કોલેજમાં બીસીએ, બીએસસીની ફેકલ્ટી શરૂ કરી રમતગમતમાં 40 વિદ્યાર્થીઓને દત્તક લઈ પ્રોત્સાહન પુરું પડાય રહ્યું છે. જેમાંની એક સરિતા ગાયકવાડે વિશ્વમાં નામ રોશન કર્યું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમીતાબેન પટેલે જણાવ્યું હતું કે દર્શનભાઈ દેસાઈએ કોલેજના પાયોનિયર એવા મોહનલાલ દેસાઈના વિચારો અને ભાવનાને જીવંત રાખી કરેલી મહેનત ફળી રહી છે. કોલેજના અનેક વિદ્યાર્થીઓ સમાજમાં સારુ સ્થાન ધરાવી રહ્યા છે. તેમણે કોલેજમાં સુવિધા માટે જિ.પં.માંથી 2.50 લાખ અને સાંસદ ફંડમાંથી 5 લાખ રૂપિયાની ગ્રાંટની જાહેરાત કરી હતી. અધ્યક્ષસ્થાનેથી સાંસદ સી.આર. પાટીલે કોલેજમાં અન્ય ફેકલ્ટીઓ પણ શરૂ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે દર્શનભાઈ અને અરવિંદભાઈ દેસાઈને સંસ્થાના સફળ સંચાલન માટે, પાંચ હજાર વિધવા બહેનોને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજનાનું કવચ પુરું પાડવા ઉપરાંત પાંચ હજાર વૃક્ષોના રોપાણ સહિતની કામગીરીને બિરદાવી હતી. નવસારી જિલ્લામાં ટૂંકાગાળામાં જ મેડિકલ કોલેજનું કામ શરૂ થવાનું જણાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન સુરતના ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ માંડવીયા, કથાકાર પ્રફુલભાઈ શુકલ સહિત ઉપસ્થિતિમાં કોલેજમાં અભ્યાસ કરી હાલ નોકરી-વેપારધંધામાં ઉચ્ચકક્ષાએ બિરાજમાન પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. કોલેજમાં અભ્યાસ કરતી ડાંગ જિલ્લાની વિદ્યાર્થિનીઓના ડાંગી નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ચીખલી કોલેજનો સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ઉદબોધન કરતા મેનેજીંગ ટ્રસ્ટી તેમજ ડાંગી નૃત્ય રજૂ કરતી વિદ્યાર્થિનીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો