Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાસરે જતી દિકરીને સંસ્કારનો કરિયાવર આપજો
ઉનાઈ | ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડાના કંપાલા શહેરનાં સાંઇ ટેમ્પલમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની માનસ મનોરથી રામકથામાં આજે સીતા વિદાયના પ્રસંગનું કરૂણ વર્ણન કરવામાં આવ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓની આંખોમાં ગંગા જમના વહી હતી. માદરે વતન ભારતથી લાવવામાં આવેલા રામ દરબારની મૂર્તિઓની સીતારામજી વિવાહ પ્રસંગે સ્થાપના કરવામાં આવી હતી. આચાર્ય મુકેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ પટેલ-અલારસા, કલ્પેશભાઈ પટેલ, કેતુલભાઈ પટેલ, હિરેનભાઇ પટેલ, વંશ ભટ્ટ, SSDM Temple ચેરમેન પરેશભાઇ મહેતા, કંપાલા હિંદુ એસો.ના અગ્રણી રમેશભાઈ દત્તા, સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજના સમીર ભાઈ પટેલ અને સાંઈધામ મહિલા મંડળ દ્વારા રામકથા રંગ જમાવી રહી છે. બાપુનાં સંગીતકારો મહેન્દ્રભાઈ પટેલ, વિનોદભાઈ (વાયોલીન), પલ્લવી પટેલ, કૃષ્ણ શુક્લ તથા રાજ પટેલના મધુર સંગીતથી સૌ મંત્ર મુગ્ધ થઇ રહ્યા છે. કથા શ્રવણ કરવાં શ્રોતાઓની ભીડ ઉમટી રહી છે. રમેશભાઈ દત્તાના રાધે નિવાસસ્થાને દરરોજ દશાંશ હવન અને કાગભુશંડી રામાયણનો પાઠ થઈ રહ્યો છે. આવતીકાલે ગુરુવારે રામકથામાં કેવટ પ્રસંગ ઉજવવામાં આવશે.