તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડીમાં ગાંધી જયંતીએ મહાશ્રમદાન સ્વચ્છતા શપથ તથા ફિટ ઇન્ડિયા કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2જી ઓકટોબરે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લાના તમામ ગ્રામપંચાયતો, પાલિકાઓના વિસ્તારમાં મહાશ્રમદાન અને સ્વચ્છતા શપથ તથા ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું સુચારુ આયોજન અંગે નવસારી કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી દાંડી ખાતે 2જી ઓકટોબરે યોજાનાર કાર્યક્રમમાં સખીમંડળની મહિલાઓ, ગ્રામ રોજગાર સેવકો, યુવક મંડળો, દૂધ મંડળી અને ખેત મંડળીના સદસ્યો, આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને સ્વચ્છતા અભિયાનના મહાશ્રમદાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

જિલ્લાના તમામ શહેરી અને ગ્રામિણ વિસ્તારોના દરેક મહોલ્લા, શેરીઓ, જાહેર રસ્તા, ચોક, શાળા ભવનો વગેરેમાંથી પ્લાસ્ટીક કચરાની સફાઇ કરાવી વધુમાં વધુ પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ થાય તે જોવા તમામ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, દાંડી ખાતે સુરત અને ભરૂચથી આવતા સ્વછતાગ્રહીઓને દાંડી મેમોરીયલ જોવા માટે તથા મોડલ વિલેજોની જાણકારી મળી રહે તે માટે આયોજન કરવા જણાવ્યું હતું તેમજ અન્ય રાજયોમાંથી આવનાર સ્વચ્છતાગ્રહીઓનું રહેવા સહિત દાંડી મેમોરીયલની મુલાકાત માટે સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર કે.જે.રાઠોડ, પ્રાંત અધિકારી આર.વી.ભોગાયતા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...