તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં શુક્રવારે ઠંડી યથાવત,સવારે વાદળછાયું વાતાવરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં શુક્રવારે તાપમાન 13.5 રહેતા ઠંડી અનુભવાઈ હતી સવારે વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું.

ગુરુવારે સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે શુક્રવારે પણ સવારે તાપમાન 13.5 ડીગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ રહ્યું હતું. સવારના સમયે તો વાદળછાયું વાતાવરણ પણ કેટલોક સમય રહ્યું હતું, જોકે બપોર બાદ વાતાવરણ ખુલ્લું થયું હતું. બપોરના સમયે પારો 30 ડિગ્રીએ સ્થિર થયો હતો. સવારના સમયે ભેજનું પ્રમાણ 99 ટકા જેટલું વધુ હતું. બપોરે પણ 71 ટકા ભેજ નોંધાયો હતો. પવન દિવસ દરમિયાન સાધારણ રહ્યો હતો.2.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...