તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરના ચાર સભ્યોને સભ્યપદેથી દૂર કરવા સરકારમાં રજૂઆત કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજલપોર પાલિકાની બે પાલિકા ભેળવવા મુદ્દે મળેલી ખાસ સામાન્ય સભામાં થયેલી બબાલ પ્રકરણે ઉપ પ્રમુખ સહિત ચાર નગરસેવકોનું સભ્યપદ રદ કરવા પાલિકાએ સરકારમાં પત્ર લખ્યો હોવાની જાણકારી મળી છે.

વિજલપોર અને નવસારી પાલિકાને સંયુક્ત પાલિકા બનાવવા અંગે નિર્ણય લેવા વિજલપોર પાલિકાએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી. આ સભામાં ભારે હોબાળો થયો હતો.ચર્ચા કરવા દેવી કે નહીં એ મામલે વિવાદ વકર્યો હતો. કેટલાક સભ્યો પોતાની જગ્યા પરથી ઉભા થઇ પ્રમુખ ભણી ધસી જઈ રજુઆત કરવા લાગ્યા હતા.આ વિવાદ વધતા ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખને તમાચો પણ મારી દીધો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.હવે ઉક્ત વિવાદમાં નવો વનાક આવે એમ છે. મળતી માહિતી મુજબ વિજલપોર પાલિકાએ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ખાસ સભામાં પ્રમુખને તમાચો મરનાર સંતોષ પુડકરે ઉપરાંત અન્ય ત્રણ નગરસેવક જ્યોતિ રાજભર, ઇન્દ્રસિંહ રાજપૂત અને સતીશ બોરસે ને પણ સભામાં અભદ્ર વર્તન કર્યાનું જણાવી મ્યુનિસિપલ એક્ટ હેઠળ સભ્યપદેથી દૂર કરવા સરકારમાં મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવા પ્રાદેશિક કમિશ્નરને જણાવ્યાંની જાણકારી મળી છે.

પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ જણાવ્યું કે અમે સભામાં ખરાબ વર્તન કરનાર સભ્યો સામે પગલાં લેવા સીઓને રજૂઆત કરી છેપાલિકાના સી ઓ દશરથસિંહ ગોહિલે જણાવ્યું કે કેટલાક સભ્યો અંગે સરકારમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો