Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માજી સૈનિક વેલફેર એસો. દ્વારા સાંદિપની વ શિષ્ય ગણ સમારોહ
નવસારી જિલ્લા માજી સૈનિક વેલ્ફર એસોસિએશન દ્વારા સરકારી નોકરી માટેના ભરતી માટેના તાલીમ શિબિરમાં તાલીમ મેળવેલ દક્ષિણ ગુજરાતનાં 752માંથી 418 જેટલાં ઉમેદવારો પસંદ થયાં હતા. તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.
છાપરા રોડ ખાતે આવેલા રોહિત સમાજની વાડીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય પિયુષ દેસાઈ, ભાજપનાં મહામંત્રી ભૂરાલાલ શાહ, માજી સૈનિક જયંતિ નાયક, માજી આઇએએસ અધિકારી એ.સી પટેલ, નવસારી જિલ્લા તલાટી મંડળના પ્રમુખ કેતન પટેલ, ગુજરાત તલાટી મંડળના પ્રમુખ ભરત આહીર સહિત અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી,સુરત, વલસાડ, બનાસકાંઠા અને જિલ્લામાં જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ અને તલાટી માટેની તાલીમ આપવામાં આવી હતી. સી.આર.પાટીલે માજી સૈનિક એસો. દ્વારા કરાયેલી કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે આ પરીક્ષાર્થીઓના માટે જે કામ કર્યું છે તે અભિનંદનને પાત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ થકી આયોજકોનો ઉત્સાહ વધશે અને લોકો તમારી સફળતાથી પ્રેરણા લેશે. ધારાસભ્ય પિયુષ દેસાઈએ સૈનિક સ્કુલ બનાવવા સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.