પાટણવાડીયા રોહિત સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને સામાજીક અગ્રણીનો સન્માન સમારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : પાટણવાડીયા રોહિત સમાજ તથા નવસારી એકતા ગ્રુપ દ્વારા ત્રિભોવના ચાવડાના અધ્યક્ષપદે 35મા પાટણવાડીયા રોહિત સમાજના ભૂતપૂર્વ પ્રમુખો તથા સામાજીક અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ભૂતપૂર્વ પ્રમુખ રામજી માસ્તર (બરોડા), ગોવિંદલાલ ચૌહાણ, અશોક કાંટાવાલા, બુદ્ધિસાગર, છગનભાઈ લાખાભાઈ તથા નવસારીની મહિલા મંડળની બહેનોનું પુષ્પ તથા શાલ ઓઢાડી સન્માન નવસારી એકતા ગ્રુપ દ્વારા કરાયું હતું. ત્રિભોવન ચાવડાનું નવસારી એકતા ગ્રુપના દિપકભાઈ દ્વારા સન્માન કરાયું હતું. તેમણે સમાજમાં કાયમ એકતા સ્થાપિત કરી શિક્ષણનો વ્યાપ વધારી નવયુવાનોને પ્રગતિ કરવા તથા વ્યસનોથી દૂર રહેવા જણાવ્યું હતું. ગોવિંદભાઈ ચૌહાણે સમાજની શરૂઆતથી લઈ આજ સુધીનો ઈતિહાસની ઝાંખી કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન કે.ડી. પરમારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...