તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો, નવા નિયમ લાગુ કરાયા બાદ 8 દિવસમાં 6.81 લાખનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં પણ નવા ટ્રાફિક નિયમોની શરૂઆત થઈ ગઈ અને લોકો આ નિયમની મુદત વધારાશેની રાહ જોતા રહ્યા હતા અને ટ્રાફિક પોલીસે 8 દિવસમાં રૂ. 6.81 લાખનો દંડ વસૂલ્યો હતો. જેમાં સૌથી વધુ કેસ હેલમેટ ન પહેરનારનાં હતા. આઠ દિવસમાં 770 જેટલા કેસ હેલમેટ વગરનાં વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કર્યો હતો. ચાલુ મોબાઈલ પર વાત કરનારાની સંખ્યા પણ 100થી વધુ અને કારમાં સીટ બેલ્ટ વગરનાં લોકો પણ ટ્રાફિક પોલીસની નજરથી બચી શક્યા ન હતા.

1લી નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમો આવ્યા બાદ નવસારીમાં ટ્રાફિક પોલીસે નવા નિયમો પાલન કરાવવા માટે તૈયારી શરૂ કરી હતી. વાહનચાલકો પણ હજુ ટ્રાફિકનાં નિયમની મુદતમાં વધારો કરાશે તેવી ગણતરીમાં રહ્યા અને હેલમેટ, લાયસન્સ અને દસ્તાવેજ વગર વાહન પર બહાર નીકળ્યા અને પોલીસની નજરે આવતા દંડાયા હતા. જેમાં વધારે શહેરીજનો હેલમેટ વગર નાના મોટા કામ માટે ઘરની બહાર નીકળતા સૌથી વધુ દંડાયા હતા. જેમાં 8 દિવસ માં 770 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. એ બાદ મોબાઈલ પર વાતો કરવા, સીટ બેલ્ટ વગર કાર હંકારનારા લેન્ડ ડ્રાઈવનાં મળી કુલ્લે 1544 જેટલા કેસો કરી રૂ. 6.81 લાખનો દંડ પણ વસૂલ કરવામાં સફળતા મેળવી હતી. નવસારીમાં લોકોએ કોઈપણ અપવાદ વગર શાંતિમય રીતે ટ્રાફિક નિયમન ભંગ બદલ દંડ પણ ભરી દીધો હતો.

તારીખ પ્રમાણે વસૂલ કરેલો દંડ
તા.1 નવેમ્બરે હેલમેટનાં 85 અને અન્ય કેસો 42 મળી કુલે 127 કેસો દંડ રૂ. 86300

તા.2 નવેમ્બરે હેલમેટનાં 98 અને અન્ય કેસો 66 મળી કુલે 164 કેસો દંડ રૂ. 88100

તા.૩ નવેમ્બરે હેલમેટનાં 98 અને અન્ય કેસો 213 મળી કુલે 308 કેસો દંડ રૂ. 87800

તા. 4નવેમ્બરે હેલમેટનાં 92 અને અન્ય કેસો 213 મળી કુલે 159 કેસો દંડ રૂ. 86800

તા.5નવેમ્બરે હેલમેટના 108 અને અન્ય કેસો 67 મળી કુલે 181 કેસો દંડ રૂ. 90500

તા.6 નવેમ્બરે હેલમેટનાં 94અને અન્ય કેસો 67 મળી કુલે 161 કેસો દંડ રૂ. 85100

તા.7 નવેમ્બરે હેલમેટનાં 90 અને અન્ય કેસો 75 મળી કુલે 165 કેસો દંડ રૂ. 8૩૩૦૦

તા.8 નવેમ્બરે હેલમેટનાં 98 અને અન્ય કેસો 179 મળી કુલે 277 કેસો દંડ રૂ. 73400

આમ હેલમેટનાં 770, અન્ય કેસો 774 મળી કુલ કેસ મળી કુલ દંડ રૂ.6,81,300 વસૂલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...