તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી શાકમાર્કેટમાં રાત્રે આગ, પાલિકાના વોચમેને ફાયર સ્ટેશન સુધી દોડી જાણ કરતાં ભડકે બળતાં બચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પાલિકાની કચેરીને અડીને આવેલા શહેરની મુખ્ય શાકમાર્કેટમાં ગતરાત્રે પોણા બે વાગ્યાના અરસામાં હનુમાન મંદિરની સામે મીટરમાં આગ લાગતા 20થી 25 મીટરો ખાખ થઈ ગયા હતા. જોકે આગ લાગ્યાની નજીક જ પાલિકા કચેરીમાં સેવા બજાવતા વોચમેને તુરંત જ આગનો ધુમાડો જોતા 200 મીટર દોડતા જઈ ફાયરબ્રિગેડને જાણ કરતા અગાઉ બે વખત આખીય શાકમાર્કેટ ભડકે બળતા બચી હતી.

દુધિયા તળાવ વિસ્તારમાં નવસારી પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે. આ મુખ્ય કચેરીની લગોલગ જ પાલિકા સંચાલિત જ શહેરની મુખ્ય શાકમાર્કેટનું મકાન પણ આવેલું છે. ગુરૂવારે દિવસે શાકમાર્કેટ કાર્યરત રહ્યા બાદ બંધ થઈ ગઈ હતી. પાલિકા કચેરી પણ બંધ થઈ હતી અને પાલિકામાં રાત્રે વોચમેન ફરજ બજાવતો હતો. આ દરમિયાન વોચમેને રાત્રે 1.45 વાગ્યાના (શુક્રવારે) અરસામાં નજીક જ હનુમાન મંદિરની સામેના ભાગે માર્કેટમાંથી ધુમાડો આવતો જોયો હતો. માર્કેટમાં આગ લાગ્યાનું જણાતા આ વોચમેન નજીકમાં જ આવેલા ફાયરબ્રિગેડ સુધી દોડ્યો હતો અને આગની જાણ કરી હતી. આગને બુઝાવવા ફાયરબ્રિગેડના ચાર બંબા ઝડપભેર આગ સ્થળે આવી ...અનુસંધાન પાના નં. 2

અગાઉ બે વખત માર્કેટ ‘ખાખ’ થઈ ચૂકી છે
નવસારી શહેરની મુખ્ય શાકમાર્કેટ સાથે આગને સારો સંબંધ નથી. અગાઉ બે વખત લાગેલી આગમાં તો મોટાભાગની માર્કેટ બળીને ખાખ થઈ અને કરોડોનું નુકસાન થયું હતું. પ્રથમ મોટી આગ સને 1984માં લાગી હતી અને બીજી વખત 2009ના અરસામાં મોટી આગ લાગી હતી. તે વખતની આગ બાદ હાલનું માર્કેટનું નવું મકાન બનાવાયું છે.

નવસારી પાલિકાની શાકમાર્કેટમાં લાગેલી આગને ઓલવવા સમયસર ફાયર ફાયટરો પહોંચી ગયા હતા.

મને ધુમાડાની ગંધ આવી અને...
હુ રાત્રે આશરે પોણા બે વાગ્યાના અરસામાં પાલિકા કચેરીમાં ગણેશ પ્રતિમા નજીક જ બેઠો હતો. આ દરમિયાન મને ધુમાડાની ગંધ આવી હતી. તુરંત જ પાલિકા કચેરીની બહાર આ‌વી જોયું તો કચેરીની લગોલગની માર્કેટમાંથી આગનો ધુમાડો આવતો જોયો હતો. તુરંત જ હું કચેરીની બહાર નીકળી બનાતવાલા સ્કૂલવાળા રસ્તે દોડતો ફાયરબ્રિગેડ પહોંચ્યો હતો ત્યાં આગની જાણ કરી હતી. ફાયરબ્રિગેડના બંબાઓએ તુરંત જ આવી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. વિનોદ ગોપાળ ઢીમ્મર, ફર્સ્ટ પર્સન, વોચમેન, નવસારી પાલિકા

ફર્સ્ટ પર્સન
શાકભાજી માર્કેટમાં વોચમેન જ નથી
નવસારી પાલિકા કચેરીમાં અગાઉ બે-બે ‌વખત મોટી આગ રાત્રે જ લાગી હતી. આમ છતાં હાલ માર્કેટમાં ‘વોચમેન’ મુકાયો ન હોવાની જાણકારી મળી છે. જો આ વખતે પણ રાત્રે જ આગ માર્કેટના દક્ષિણ ભાગે લાગી હોત અને ખબર જલદી ન પડતે તો સ્થિતિ ‘ભયજનક’ બનવાની શક્યતા હતી.

આગને કારણે માર્કેટના પૂર્વ ભાગના 20થી 25 મીટરો ખાખ, મોટી દુર્ઘટના ટળી
અન્ય સમાચારો પણ છે...