તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને સહાય અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી : નવસારી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત ખાતાની સહાય યોજનાના હાઇબ્રીડ બિયારણ, કાચા મંડપ, ટ્રેકટર, પાવર ટીલર, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં ઘટકોમાં સહાય મેળવવા માટે અરજી કરવા આઇ-ખેડૂત પોર્ટલ 11થી 14મી જાન્યુઆરી સુધી ખુલ્લુ મૂકવામાં આવનાર છે. જે ખેડૂતમિત્રો બાગાયતખાતાની વિવિધ યોજનામાં વર્ષ 2019-20 દરમિયાન આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા બાકી રહી ગયેલા હોય અને સહાયનો લાભ લેવા માંગતા હોય તેઓએ નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા કચેરીનો સંપર્ક કરી અરજી કરવા જણાવવામાં આવે છે. તેમજ અરજીની પ્રિન્ટ કરાવી જરૂરી સાધનિક કાગળો જેવા કે 8-અ, 7/12ની નકલ, જાતિનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક સાથે દિન 7માં નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જિલ્લા તિજારી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટાબજાર, નવસારીના સરનામે રૂબરૂ જમા કરાવવા જણાવાયું છે.

કૃષિ સમાચાર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો